- રાજ્ય સરકારે ગુરુવારે ખેડૂત સન્માન દિવસ ઉજવ્યો
- આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા
- ભાજપે ખેડૂતોનું અપમાન કર્યું : ઈશુદાન
- ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી : ઈશુદાન
અમદાવાદ: રાજ્યની ભાજપ સરકાર પોતાને પાંચ વર્ષ પુરા કર્યાની ઉજવણી કરી રહી છે. રાજ્ય સરકારે (State Government) ગુરુવારે ખેડૂત સન્માન દિવસ ઉજવ્યો હતો. તેની પર નિશાન તાકતા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી (Ishudan Gadhvi) એ પ્રદેશ પાર્ટી કાર્યાલય ખાતેથી જણાવ્યું હતું કે, ભાજપ ખેડૂતોનું અપમાન કરીને તેમના સન્માનનું નાટક કરી રહી છે.
ભાજપને ખેડૂત સન્માન દિવસ ઉજવતા આપના ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા આ પણ વાંચો: રાજ્ય સરકાર નિચ કક્ષાનુ રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ લગાવતાં આપ નેતા મહેશ સવાણી
ખેડૂતનો ખર્ચ વધ્યો
ગુજરાતના ખેડૂતો (Farmers) ને ટેકાના ભાવ મળતા નથી. ફિલ્મી સિતારાઓને GST માંથી રાહત આપવામાં આવે છે પરંતુ ખેડૂતોની પર GST નો બોજ નાખવામાં આવે છે. ડીઝલના ભાવ 60 રૂપિયાથી વધીને 100 રૂપિયા થયા છે. જેને લીધે ખેતીના ખર્ચમાં પણ દોઢ ગણો વધારો થયો છે. વિમાનના પેટ્રોલમાં સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને અપાતી નથી. 22 વર્ષમાં એક ગુજરાતમાં પણ મોટો ડેમ બન્યો નથી. ખેડૂતોને વીજળી માટે લડવું પડે છે. ખેડૂતો (Farmers) ની જમીનની માપણી પણ ખોટી કરવામાં આવે છે. સરકારી અને ખાનગી કંપનીઓ ખેડૂતોના ખેતરમાં મનફાવે તેમ વીજળીના થાંભલા અને પવન ચક્કીઓ લગાવે છે. તેમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું.
ભાજપને ખેડૂત સન્માન દિવસ ઉજવતા આપના ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સહિત અન્ય કાર્યકરો કચ્છની જન સંવેદના મુલાકાતે
ખેડૂત દેવાદાર બન્યા
ઈશુદાન ગઢવી (Ishudan Gadhvi) એ વધુમાં ઉમેર્યુ કે, બેન્કો ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલે છે. ખેડૂતો પાસે બિયારણ નથી. ખાનગી કંપનીઓ મોંઘા ભાવે બિયારણ વેચે છે. નકલી બિયારણથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. ખેડૂતોએ 800 રૂપિયા મણના ભાવે મગફળી માર્કેટમાં વેચી છે. જ્યારે તેલનો ડબ્બો 2800 રૂપિયામાં મળી રહ્યો છે. આમ વચેટીયાઓ લહેર કરી રહ્યા છે. કોરોનાકાળમાં જ્યારે ઉદ્યોગો બંધ રહ્યા ત્યારે કૃષિ ક્ષેત્રની GDP 3.5 ટકા હતી. એટલે ઉદ્યોગપતિઓની નજર ખેતીક્ષેત્ર પર પડતાં કેન્દ્ર સરકાર તેમના ફાયદા માટે ત્રણ કાળા કાયદા લાવી છે. ખેડૂત (Farmer) મૂળ ઉત્પાદક હોવા છતાં તે દેવાદાર બન્યો છે. સિંચાઈ પદ્ધતિઓ પણ ફક્ત સબસીડી લેવા માટે કંપની આપે છે.