અમદાવાદ- ભારતમાં ક્રિકેટ રસિયાઓ જેના અતિ ચાહક છે. તેવી IPL ની સિઝન (IPL 2022 )હવે અંત ભણી છે. ક્વોલિફાયર-2 અને આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના પ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra modi stadium) ખાતે યોજાવાની છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ મેચ માટે ઓનલાઇન ટિકિટનું (Online tickets for the match) વેચાણ શરૂ થયું છે.
ટીકીટનું વેચાણ એક ખાનગી વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ જીતીને પણ હારી ગયું
ફાઇનલની તમામ ટીકીટ બુક - ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીકીટનું વેચાણ એક ખાનગી વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્ટેડિયમ પર ઓફલાઈન વેચાણ બંધ રહ્યું છે. ઓનલાઇન ટિકિત બુકિંગ કર્યા બાદ ફક્ત અહીંથી ટીકીટ કલેક્ટ કરવાની રહે છે. ખાનગી વેબસાઈટ ચેક કરતા ખબર પડે છે કે, ફાઇનલ મેચની તમામ ટીકીટ વેચાઈ ચુકી છે. જ્યારે ક્વોલિફાયર-2 ની ટિકિટનું (IPL 2022 )વેચાણ થઇ રહ્યું છે. હવે ફરી એકવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ઉભરાશે.
આ પણ વાંચોઃ IPL 2022: RR એ CSK ને 5 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં સ્થાન
ટીકીટના દર- સુવિધા (IPL 2022 )પ્રમાણે જુદી-જુદી રકમની ટિકિટો ઉપલબ્ધ છે. જેમાં 500, 1000, 1500,2000, 2500, 3500, 5000, 7500 અમે 10,000 નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ક્વોલિફાયર-2, 27 મેં ના રોજ અને ફાઇનલ 29 મે ના રોજ રવિવારે યોજાશે.