ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતમાં જુલાઈથી શરૂ થશે IPhone-Xનું ઉત્પાદન

નવી દિલ્હી : તાઈવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર કંપની 'ફોક્સકોન' એપલ માટે જુલાઈથી ભારતમાં કૉર્મશિયલ ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ ચેન્નઈમાં 160 એકરમાં ફેલાયેલી ફેકટરીમાં iPhone X રેન્જના સ્માર્ટફોન બનાવશે.

By

Published : Apr 11, 2019, 7:10 PM IST

સ્પોટ ફોટો

'ફોક્સકોન' ચેન્નઈમાં iPhone Xના ઉત્પાદનથી શરૂઆત કરશે. કંપનીની યોજના ભવિષ્યમાં ઉત્પાદન ક્ષમતા વધારી અને બીજા મોડલ્સ પણ અહીં જ ઉત્પાદન કરવાની છે.

કંપનીએ ભારતમાં ઉત્પાદનની શરૂઆત કરવા માટે એક અન્ય તાઈવાની કંપની વિસ્ટ્રોનની સાથે કરી હતી. વિસ્ટ્રોને બે વર્ષ પહેલા iPhone SEનું ઉત્પાદન શરૂ કર્યું હતું. IPhone-6S મોડલના ફોન પણ બનાવ્યા હતા. વિસ્ટ્રોન હવે IPhone-7નું ઉત્પાદન કરી રહી છે.

વિશ્લેષકોનું કહેવું છે કે, મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપનીઓ ભારતીય બજાર માટે ભારે ઉત્સુક છે અને સ્થાનિક ઉત્પાદન વધારશે. 2018માં ભારતમાં 29 કરોડ હેન્ડસેટ એસેમ્બલ થયા હતા. જ્યારે 2014માં માત્ર 5.9 કરોડ ફોન એસેમ્બલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details