અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં ઉજવણીઓ થઈ રહી છે તેવા સમયે અમદાવાદના આંબલી ગામમાં સ્થિત સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમના વડીલો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તથા સેવા સપ્તાહ સંકલ્પ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી જેમાં દરેકના ઘરમાં તુલસી ક્યારો જરૂર હોવો જોઈએ જે આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્યને જીવનદાન અર્પે છે એવા સંદેશ સાથે તુલસીના છોડને વૃદ્ધાઆશ્રમના પ્રાંગણમાં રોપવામાં આવ્યાં હતાં.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કેકના બદલે તેમને પ્રિય સુખડી કાપી ઉજવણી કરવામાં આવી - કેક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. આ અવસરે તેમના ચાહકો દ્વારા વિવિધ પ્રકારે ખુશી વહેંચવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીને સુખડી ખાવી ગમે છે ત્યારે અમદાવાદના આંબલી ગામના વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરતાં સામાજિક કાર્યકર્તાએ સુખડી વહેંચી હતી. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણીપ્રસંગે મોટાભાગે કેક કાપીને આનંદ વ્યક્ત કરવાનો રીવાજ છે ત્યારે સુખડી કાપીને અને વહેંચીને કરાયેલી ઉજવણી ધ્યાનપાત્ર બની ગઇ હતી.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કેકના બદલે તેમને પ્રિય સુખડી કાપી ઉજવણી કરવામાં આવી
ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને મંત્રોચ્ચાર કરી પ્રભુનું આહવાન કરી સુખડીનો પ્રસાદ ધરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની ઉજવણીમાં કેક કટીંગની પ્રથાને બદલે આપણી ભારતીય પારંપરિક મીઠાઈ " સુખડી " જે નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ છે, ેતે પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવી હતી. આ સુખડી વૃદ્ધાશ્રમની બહેનો દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારબાદ શાલ ઓઢાડી તમામ વડીલોનું સન્માન કરવામાં આવ્યું અને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી હતી.