અમદાવાદ: દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેએ 13 મે સુધી 642 “શ્રમિક ટ્રેન” દોડાવી, અંદાજે 7.90 લાખ મુસાફરો માદરે વતન પહોંચ્યા
દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં 13 મે 2020 સુધીમાં 642 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું
રેલવે દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં 13 મે 2020 સુધીમાં કુલ 642 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું છે. મુસાફરોને મોકલી રહેલા રાજ્ય અને તેઓ જ્યાં જઇ રહ્યાં છે, તે રાજ્ય બંને વચ્ચે સંમતિ થયા પછી જ રેલવે દ્વારા ટ્રેન લઇ જવામાં આવે છે. અંદાજે 7.90 લાખ મુસાફરો તેમના વતન રાજ્યમાં પહોંચ્યા.
TAGGED:
special train for workers