ગુજરાત

gujarat

ETV Bharat / city

મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ માટે તડામાર તૈયારીઓ, બંને ટીમો અમદાવાદ આવી પહોંચી

વિશ્વના સૌથી મોટા એવા મોટેરા સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ યોજાવા જઈ રહી છે ત્યારે તેને લગતી તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ બંને ટીમના ખેલાડીઓ ગુરૂવારે અમદાવાદ પણ આવી પહોંચ્યા હતા.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Feb 18, 2021, 7:44 PM IST

  • ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં
  • બાયો બબલ સુરક્ષા વચ્ચે રમાશે ટેસ્ટ મેચ
  • હોટેલને પણ બાયો બબલ સુરક્ષામાં તૈનાત કરવામાં આવી
    ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદ : આગામી 26 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચેની ટેસ્ટ મેચ રમાવા માટેની તમામ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે બન્ને દેશોની ટીમો ગુરૂવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી.

ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી

એરપોર્ટથી સીધા આશ્રમ રોડ ખાતે આવેલી હયાત રેસીડેન્સી હોટેલ ખાતે જવા રવાના થઈ હતી.

ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી

CISF દ્વારા કરવામાં આવ્યું બસોનું ચેકિંગ

જે બસમાં બેસીને બંને દેશોની ટીમો એરપોર્ટથી હોટલ સુધી પહોંચી તે બંને બસનો ચેકિંગ CISF દ્વારા કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ હોટલ પર પહોંચેલા તમામ ક્રિકેટરોને પોતાના પરિવાર સાથે લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. કારણ કે, કોરોના મહામારીના કારણે તમામ ક્રિકેટરોનું અને સાથે આવેલા પરિવારજનોનું ટેમ્પરેચર ચેક કરી, તમામને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.

ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી
ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી
હોટેલનો સ્ટાફ મહિના માટે ઘરે જઈ શકશે નહિં

હોટેલ ખાતે જ્યાં બને ટીમના ખેલાડીઓ રોકાશે તે હોટેલના 150થી વધુ કર્મચારીઓ એક મહિના સુધી પોતાના ઘરે જઈ શકશે નહી.

કારણ કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ટીમના ખેલાડીઓ અને હોટેલના સ્ટાફને બાયો બબલ સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે 30 દિવસ સુધી હયાત હોટલનો સ્ટાફ ઘરે જઈ શકશે નહી.

ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી
ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી

ABOUT THE AUTHOR

...view details