- દિવાળીને દિવસે કરાઈ શ્રી યંત્રની પૂજા
- કોરોનાને લઈને સાદાઈથી થઈ પૂજા
- શા માટે કરાઈ શ્રી યંત્રની પૂજા ?
અમદાવાદ: દિવાળીના પર્વમાં અગિયારસથી ભાઈ બીજ સુધી તમામ દિવસોનું અલગ અલગ મહત્વ હોય છે. ત્યારે દિવાળીને દિવસે શ્રી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે, જેની આ પૂજા પાછળનું કારણ બહુ ઓછાં લોકો જાણે છે. તો જાણો શા માટે કરવામાં આવે છે શ્રી યંત્રની પૂજા?
અમદાવાદમાં શ્રી યંત્રધામ મહાલક્ષ્મી મંદિરમાં શ્રી યંત્રની પૂજા કરાઈ શા માટે કરવામાં આવી શ્રી યંત્રની પૂજા?પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથન સમયે મહાલક્ષ્મી માતા અમાસ એટલે કે દિવાળીના દિવસે પ્રાગટ્ય થયા હતા. જેથી દિવાળીના દિવસે ખાસ શ્રી યંત્રધામ મહાલક્ષ્મી મંદિરમાં શ્રીયંત્ર અને મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવી હતી. આ પૂજા અંગે ખૂબ જ ઓછા લોકો જાણકાર છે, ત્યારે અમદાવાદમાં પણ આજે આ પૂજા થઈ હતી.કોરોનાને કારણે પૂજા માટે મર્યાદિત લોકોને આમંત્રણછેલ્લા 22 વર્ષથી વેજલપુર ખાતેના શ્રીયંત્ર ધામ મહાલક્ષ્મીજીના મંદિરમાં દિવાળીના દિવસે પૂજા કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીને લઈને બહારથી આવતા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ. માત્ર શહેરના યજમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.ધનતેરસની પૂજાનું આગવું મહત્વ શ્રી યંત્રધામમાં દિવાળી જ નહિ પરંતુ ધનતેરસના દિવસે પણ પૂજા થાય છે. તો ધનતેરસની પૂજાનું આગવું મહત્વ છે. આ વર્ષે કોરોના વાઈરસની અસર તહેવારો અને પૂજા પર પણ પડી છે.