- દિવાળીને લઈ રતનપોળ બજારમાં જામ્યો માહોલ
- ગતવર્ષની સરખામણીએ ભાવમાં થયો વધારો
- દિવાળીને લઈ માહોલ જામતા વેપારીઓમાં ખુશી
અમદાવાદ : દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે અમદાવાદના બજારોમાં ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે. રતનપોળમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે બજાર જામ્યું છે તેમજ નવી વેરાઈટીઝ બજારમાં આવેલી છે તો બીજી તરફ ભાવમાં 5 થી 10 ટકાનો વધારો થયેલો છે.
બજારમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા
ગત વર્ષ વર્ષે દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ પાલન નહોતું થતું જેનાથી શહેરમાં બીજી લહેર આવી હતી. જો કે આ વર્ષે પણ બજારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહેલા જોવા મળી રહ્યા છે.