અમદાવાદઃ ગુજરાતમાં કોરોનનાનો હાહાકાર વર્તાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે નોંધાયેલા કેસોમાં 5 કેસ તબલીગી જમાતના સંપર્કમાં આવવાથી ફેલાયાં હતાં. જ્યારે આજે નોંધાયેલા 11 કેસમાંથી 10 કેસ તબલીગી જમાતમાં જઈને આવેલા લોકોના અથવા તો તેમના સંપર્કમાં આવેલા લોકોના છે. આ અંગે અમદાવાદ કમિશનર વિજય નહેરાએ લોકોને લૉક ડાઉનનું સજ્જડ પાલન કરવાની અપીલની સાથેસાથે લૉક ડાઉન તોડવાના પરિણામ ભયંકર આવી શકે છે. તેવી તાકીદ કરી હતી. હાલ દરિયાપુરને ક્લસ્ટર ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યું છે. સિટી વિસ્તારમાં કોરોનાએ હાહકાર મચાવ્યો છે.
અમદાવાદમાં 11માંથી 10 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલાં છે
અમદાવાદમાં ગઈકાલે નોંધયેલા કેસોમાં 5 કેસ તબલીગી જમાતના સંપર્કમાં આવવાથી ફેલાયાં હતાં. જ્યારે આજે નોંધાયેલાં 11 કેસમાંથી 10 કેસ તબલીગી જમાતમાં જઈને આવેલા લોકોના અથવા તો તેમના સંપર્કમાં આવેલા લોકોના છે.
177 લોકોને દિલ્હીમાં મરકજ કનેક્શન હતાં, તેમને શોધી કાઢ્યાં છે.. તમામ જમાતીઓને હાલમાં કોરન્ટાઈન કરાયાં છે. જે વિસ્તારમાં લૉકડાઉન સફળ નથી થયું ત્યા કેસમાં વધારો થયો છે. જ્યા લૉક ડાઉનનો ભંગ થશે ત્યાં કેસમાં વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં આગામી દિવસોમાં કોરોનાના કેસ વધશે. આજે નોઁધાયેલા 11 પૈકી 10 કેસોમાં દર્દીઓ રાજસ્થાનના ઝૂંઝનુ અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
જ્યારે 6 માર્ચથી વિદેશથી આવેલા તમામ 5,219 લોકોનો ક્વૉરન્ટાઈન પીરિયડ પૂર્ણ થઈ ગયો છે. એવું મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું.