- જૈન પર્યુષણ પર્વનો આજે ત્રીજો દિવસ
- જૈનો માટે આઠ દિવસ સુધી મહાત્મ્ય વાંચો ETV Bharat
- આત્મ નિરીક્ષણ કરવાનો બોધ આપે છે પર્યુષણ પર્વ
અમદાવાદ: જૈન શ્રાવકો માટે ETV Bharat લઈને આવ્યું છે પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે ત્રીજા દિવસનું મહત્વ જાણીએ...
સાધુ જીવન ખૂબ સંયમી જીવન હોય છે
રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharatના જૈન શ્રોતા ભાઈ બહેનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે," ત્રીજા દિવસે દરેક શ્રાવકોએ ચિંતન કરવું જોઈએ. કેટલાય જૈનો કરોડોપતિનો વૈભવ છોડીને સાધુ બની જાય છે. સુખભોગ છોડીને, ખુલ્લા પગે ચાલીને અને લુખુસુખું ખાય છે અને સંયમી જીવન જીવે છે. આવું સાધુનું જીવન જીવવા માટે તમામ લોકો શક્તિમાન હોતા નથી. માટે જૈન ભાઈ બહેનોએ સાધુ જીવનનો અણસાર મેળવવા માટે પૌષધ વ્રત કરવું જોઈએ.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ