ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

કરણી અસરના કારણે છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા તબક્કા પર તેની અસર વર્તાઈ રહી છે. આ જ અસર જોવા માટે આજે ETV ભારતે ગીતા મંદિર પાસે આવેલા ST બસ સ્ટેન્ડ ખાતે શું પરિસ્થિતિ છે તે તપાસવાનો એક પ્રયાસ કર્યો હતો.

કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

By

Published : Apr 9, 2021, 12:10 PM IST

Updated : Apr 9, 2021, 1:09 PM IST

  • કોરોનાની ગીતામંદિર ST બસ સ્ટેન્ડ પર પણ અસર
  • સામાન્ય રીતે ભીડભાડ વાળા બસ સ્ટેન્ડ પણ ખાલીખમ
  • ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા પ્રવાસીની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદ: સામાન્ય રીતે અમદાવાદ એટલે ભીડ વાળું શહેર છે પરંતુ, હાલ કોરોનાને કારણે અમદાવાદમાંથી ભીડ જાણે કે, ગાયબ થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ST બસ સ્ટેન્ડ કે જ્યાં ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા લોકોથી કાયમ ધબકતું રહે છે, પરંતુ કોરોના કેસમાં સતત વધારો થતાં લોકો હવે પ્રવાસ ટાળી રહ્યા છે.

આ પણ વાંચો:પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે કોલકાતા મેટ્રો

સામાન્ય કરતા 50 ટકા લોકોનો પ્રવાસ ઘટ્યો

નામ ન આપવાની શરતે ગીતા મંદિર ST બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરે ETV Bharatની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત વધારો થતાં અને 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાતા બસના ફેરા પણ ઘટ્યા છે. જેના કારણે બસની આવકમાં ઘટાડો થયો છે.

કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો:કોરોના ઈફેક્ટઃ ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

બસ સ્ટેન્ડ ઉપરના આંકડાઓ પણ ખાલી

ST ડેપો ગીતામંદિર હંમેશા માનવ મહેરામણથી ધબકતું રહે છે. ત્યા બાંકડા ઉપર બેસવા માટેની જગ્યાઓ પણ રહેતી નથી. ત્યારે હવે બાંકડાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતમાં અને ગુજરાતથી મહારાષ્ટ્ર જનારી બસો પણ બંધ કરી દેવામાં આવી છે.

Last Updated : Apr 9, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details