ગુજરાત

gujarat

ETV Bharat / city

IIM Ahmedabad Logo Controversy: IIM અમદાવાદનો લોગો બદલવાને લઇને વિવાદ, 48 અધ્યાપકોએ વાંધો ઉઠાવ્યો

IIM અમદાવાદનો લોગો બદલવાને લઇને 48 અધ્યાપકોએ વાંધો (IIM Ahmedabad Logo Controversy) ઉઠાવ્યો છે. આ મામલે અધ્યાપકોએ બોર્ડ ઓફ ડિરેક્ટરને પત્ર લખ્યો છે. આ મામલે IIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર બકુલ ધોળકિયાએ જણાવ્યું કે આવો નિર્ણય લેવાનું જ્યાં સુધી ફેકલ્ટી કાઉન્સિલનું બોડી નક્કી ન કરે ત્યાં સુધી લઇ શકાય નહીં.

IIM અમદાવાદનો લોગો બદલવાને લઇને વિવાદ, 48 અધ્યાપકોએ વાંધો ઉઠાવ્યો
IIM અમદાવાદનો લોગો બદલવાને લઇને વિવાદ, 48 અધ્યાપકોએ વાંધો ઉઠાવ્યો

By

Published : Mar 31, 2022, 7:02 PM IST

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટઅમદાવાદ (IIM Ahmedabad Logo Controversy) હાલ વિવાદમાં આવી છે. ઇન્સ્ટિટ્યુનો લોગો બદલવાને લઈને વિવાદ ઊભો થયો છે. આ મામલે IIM ઇન્સ્ટિટ્યુટ અને ફેકલ્ટી મેમ્બર (Faculty member IIM Ahmedabad) આમનેસામને આવી ગયા છે. ગવર્નિંગ બોર્ડે ઈન્સ્ટિટ્યુટનો લોગો બદલવાની સાથે સંસ્કૃત શબ્દો (Sanskrit Word In IIM Ahmedabad Logo) પણ હટાવ્યા હતા. આધ્યાપકોની જાણ બહાર લોગો બદલાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 48 આધ્યાપકો (Professors Of IIM Ahmedabad)એ બોર્ડ ઓફ ડિરેક્ટરને પત્ર લખી વાંધો ઉઠાવ્યો છે અને આ મુદ્દે નિર્ણય પરત લેવા માંગ કરી છે.

સંસ્કૃત શબ્દો પણ હટાવ્યા- આ મામલેIIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર (Former Director of IIM Ahmedabad) બકુલ ધોળકિયાએ જણાવ્યું કે, IIM વિશ્વ વિખ્યાત સંસ્થા છે. 1961માં સંસ્થાની જ્યારે સ્થાપના થઇ ત્યારે દરેક ઇન્સ્ટિટ્યુટની જેમ તેનો લોગો બનાવાયો હતો. તેમણે જણાવ્યું કે, તે સમયે ડો. વિક્રમ સારાભાઈ સંસ્થાના હેડ હતા. ત્યારથી 1961થી અત્યાર સુધી એટલે કે 2022 સુધી એનો એ જ લોગો રહ્યો છે. સંસ્થાએ વૈશ્વિક કક્ષાએ પોતાનું નામ બનાવ્યું છે. હવે કોઈપણ જાતના કારણ વગર આ સંસ્થાના લોગોને બદલવાનું ઇન્સ્ટિટ્યુના ડાયરેક્ટર અને બોર્ડ ઓફ ગવર્નરે નક્કી કર્યું છે. આવો કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે ફેકલ્ટી કાઉન્સિલનું એક બોડી છે, એ નક્કી ન કરે ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકાય નહીં. ફેકલ્ટી કાઉન્સિલ જે નક્કી કરે તે પ્રપોઝલ બોર્ડમાં જાય અને બોર્ડ પછી એ નિર્ણય એપૃવ કરે.

આ પણ વાંચો:PIL In Gujarat High Court: IIMA માં MPH ના પ્રવેશમાં અનામત ન આપતા હાઇકોર્ટમાં થઇ અરજી

આ લોગો સાથે કોલોબ્રેશનમાં કોઈ તકલીફ નથી પડી-બકુલ ધોળકિયાએ કહ્યું કે, આ કેસમાં એ પ્રોપોઝલ સીધી બોર્ડમાં ગઈ. ફેકલ્ટી મેમ્બરને કશી ખબર નથી. ડાયરેક્ટરે ફેકલ્ટી કાઉન્સિલને સીધુ એવું જાહેર કર્યું કે, બોર્ડે આવું નક્કી કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે, ફેકલ્ટી મેમ્બર તેનો વિરોધ કરવાના. કારણ કે, ફેકલ્ટી મેમ્બરને પૂછ્યા વગર આવું કામ થઈ ન શકે. હું IIMનો ડાયરેક્ટર 2002થી 2007 સુધી હતો. તે વખતે આ ઇન્સ્ટિટ્યુટનો લોગો છે જેમાં સંસ્કૃત શ્લોક છે. જેમાં 'વિદ્યાવિનિયોગદ વિકાસ' લખેલું છે. આ લોગો સાથે અમને આંતરરાષ્ટ્રીય કોઇપણ સંસ્થા સાથે કોલોબ્રેશન (iim ahmedabad collaboration) કરવામાં કોઈ તકલીફ પડી નથી.

આ પણ વાંચો:IIT, IIM, JEE અને NEET પરીક્ષાની તૈયારી માટે સરકાર કરશે કોચિંગ કલાસ શરૂ

US-યુરોપની યુનિવર્સિટીના લોગો તેમની જ ભાષામાં છે- IIMના આ પૂર્વ ડાયરેક્ટરે જણાવ્યું કે, 2006માં મેં વન યર પ્રોગ્રામ ઈન્ટ્રોડ્યુઝ કર્યો. તેમાં 33 ટકા વિધાર્થીઓ ફોરેન સ્ટુડન્ટસ હતા. IIM અમદાવાદે ન્યુયોર્ક, લંડનમાં જઈ એડમિશન કર્યા હતા. એટલે ઇન્સ્ટિટ્યુટનું ગ્લોબલ ક્ષેત્રે નામ છે, તેની બ્રાન્ડને કોઈ તકલીફ થઈ નથી. અમેરિકાની, યુરોપની યુનિવર્સિટીઓ (Universities of America And Europe)100-100 વર્ષ જૂની છે. તેમના લોગો તેમની ભાષામાં છે. તેમને એ લોગો સાથે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. તો IIM અમદાવાદએ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર શી છે? કોઈપણ સંસ્થાના 2 લોગો ના હોય, એક ડોમેસ્ટિક માટે એક ઇન્ટરનેશનલ માટે. એક કરતાં વધુ 2 લોગો હોય તો સંસ્થાની વેલ્યુ ડાયલયુટ થાય. આ ડિસિજન કોઈપણ પ્રકારની વિચારણા વગર લેવાયું છે.

ABOUT THE AUTHOR

...view details