અગ્રેસિવ ટેસ્ટિંગ ન કર્યું હોત તો અમદાવાદમાં 2 લાખથી વધુ કેસ હોત: વિજય નહેરા
અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, પ્રોએક્ટિવ સર્વેલન્સનું અમદાવાદમાં સારૂં પરિણામ મળી રહ્યું છે. શહેરમાં સામે ચાલીને ટેસ્ટ ન થયાં હોત તો આજે 2 લાખ કેસ નોંધાયાં હોત. હવે AMCની ટીમોમાં આત્મવિશ્વાસ વધ્યો છે.
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે ખતરાની ઘંટી સમાન છે. આજે પણ અમદાવાદમાં નવા 45 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 590 થયા છે.અમદાવાદમાં સામે ચાલીને કેસ શોધતા ઘણી સફળતા મળી છે. એક મહિનામાં 500 કેસ શોધાયા છે, સર્વેના કારણે 2 લાખ કેસો ઓછા કર્યા છે. બીજી બાજુ કોરોનાને લગતી ઘણી માન્યતાઓ ખોટી સાબિત થઇ રહી છે. મનુષ્યોમાં ફેલાયેલો કોરોના વાઇરસ પડકારજનક છે અને તેની દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે.