ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં તૌકતે વાવાઝોડું રાત્રિના 8થી 11ક્લાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મેની સવારે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા વિસ્તારમાં ચક્રવાત ઊભો થવાની શક્યતા હતી અને 16મેની આજુબાજુ આ ચક્રવાત તીવ્ર બને એવી સંભાવના હતી. આ સ્ટ્રોમ આજે સાંજે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 80 કિ.મી. દૂર સ્થિત હતું. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડું ત્રાટક્યુ
ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડું ત્રાટક્યુ

By

Published : May 17, 2021, 8:06 PM IST

  • ગુજરાતમાં 23 વર્ષ બાદ આવું ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે
  • દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 165 કિ.મી./કલાક રહેવાની શક્યતા છે
  • ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે

અમદાવાદઃ ગુજરાતમાં 23 વર્ષ બાદ આવું ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે. આ અગાઉ 9 જૂન, 1998ના રોજ કચ્છ જિલ્લાના કંડલામાં આટલું ભયાનક તોફાન આવ્યું હતું. આમાં 1173 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1774 લોકો ગુમ થયા હતા. આશરે 4 હજાર લોકોને બેઘર કરવામાં આવ્યા હતા. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની સંપૂર્ણ વસાહતો સાફ થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડા સુરત શહેરી વિસ્તારમાંથી 527 સુરક્ષિત સ્થાનાંતરિત

ચક્રવાત ઝડપથી આગળ વધી રહ્યું છે

અરબી સમુદ્રના અસામાન્ય ઉષ્ણતાને લીધે આ દૃશ્ય ઝડપથી અને અનિશ્ચિત રીતે બદલાઇ રહ્યું છે. જે માનવ પ્રવૃત્તિઓમાંથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનના પરિણામે ગ્લોબલ વોર્મિંગનું પરિણામ હોઈ શકે છે.

ઓનલાઇન પ્લેટફોર્મ પર ચક્રવાતની અસર

યુનાઇટેડ સ્ટેટ્સના પર્યાવરણીય આગાહી માટેના રાષ્ટ્રીય કેન્દ્રોના વૈશ્વિક આગાહી સિસ્ટમ ડેટા દ્વારા બે જુદા જુદા ઓનલાઇન પ્લેટફોર્મ્સ (અર્થ નલસ્કૂલ અને વિન્ડિ) પર દૃષ્ટિની રજૂઆત દર્શાવે છે કે, અસર પહેલાથી જ છે.

કચ્છ તથા કરાંચીની આસપાસ 19-20મેના પહોંચીને વધુ અસર કરી શકે છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મેની સવારે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા વિસ્તારમાં ચક્રવાત ઊભો થવાની શક્યતા હતી. જેમાં કચ્છ તથા કરાંચીની આસપાસ 19-20મેના પહોંચીને વધુ અસર કરી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાઉ-તે સ્ટ્રોમ ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપથી આગળ વધી રહ્યું છે

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમ લી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 10.30 કલાકે દીવથી 190કિ.મી. દૂર સ્થિત હતું. તાઉ-તે સ્ટ્રોમ ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃસોમવારના વહેલી સવારથી વહીવટી તંત્ર તૌકતેને પોંહચી વળવા તૈયાર

દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150થી 185કિ.મી. પ્રતિ ક્લાક રહેવાની શક્યતા છે

હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ સાયક્લોન આજે રાત્રે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતમાં રાત્રિના 10થી 11કલાક દરમિયાન પ્રવેશશે. 155થી 185કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપથી પ્રવેશવાની શક્યતા છે. પવનની ઝડપ 185કિ.મી. પ્રતિ ક્લાક સુધી રહી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150થી 185કિ.મી. પ્રતિ ક્લાક રહેવાની શક્યતા છે.

સવારે 11.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 180 કિ.મી. દૂર સ્થિત હતું

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 11.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 180 કિ.મી. દૂર સ્થિત હતું.

પવનની ઝડપ 185કિ.મી. પ્રતિ ક્લાક સુધી વધી શકે છે

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8.00થી 11.00 ક્લાક દરમિયાન 155થી 165કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185કિ.મી. પ્રતિ ક્લાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150થી 185કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

આ પણ વાંચોઃ“તૌકતે” વાવાઝોડા પગલે રાજકોટમાં 1080 લોકોનું કરાયું સ્થળાંતર

વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તૌકતે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે, 17મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00ક્લાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

આ સ્ટ્રોમ આજે સવારે 12.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 162 કિ.મી. દૂર સ્થિત છે

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 12.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 162 કિ.મી. દૂર સ્થિત છે.

પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે.

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00થી 11.00કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે.

આ પણ વાંચોઃવડોદરામાં તૌકતે વાવાઝોડાના કારણે સર્જાનારી પરિસ્થિતિ અંગે ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને સાવચેત કરાયા

આ સ્ટ્રોમ આજે બપોરના 01:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 154 કિ.મી. દૂર સ્થિત હતું

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરના 01:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 154 કિ.મી. દૂર સ્થિત હતું.

દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી.પ્રતિ ક્લાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર, આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00થી 11.00 ક્લાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

આ સ્ટ્રોમ આજે બપોરે 03:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 110 કિ.મી. દૂર સ્થિત હતું

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 03:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 110 કિ.મી. દૂર સ્થિત હતું.

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર, આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8થી 11ક્લાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે. પવનની ઝડપ 185કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 165 કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃનવસારીમાં તૌકતે વાવાઝોડાની અસરને જોતા NDRFની ટીમ કરાઇ તૈનાત

આ સ્ટ્રોમ આજે બપોરે 04:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત હતું

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 04:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત હતું.

પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8થી 11ક્લાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર, આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8થી 11ક્લાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ ક્લાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 165 કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.

આ સ્ટ્રોમ આજે સાંજે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 80 કિ.મી. દૂર સ્થિત હતું

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સાંજે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 80 કિ.મી. દૂર સ્થિત હતું.

પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ ક્લાક સુધી વધી શકે છે

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર, આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8થી 11 ક્લાક દરમિયાન 155થી 165 કિ.મી. પ્રતિ ક્લાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ ક્લાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 165 કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details