ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહપ્રધાને અમદાવાદના ક્લસ્ટર કોરેન્ટાઇન વિસ્તારની લીધી મુલાકાત, લૉકડાઉન અંગે કાલે નિર્ણય

અમદાવાદ શહેરના કોરોના સંક્રમિત જે વિસ્તારોને ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે, તે તમામ વિસ્તારની રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને મુલાકાત લીધી અને સમીક્ષા કરી. આ ઉપરાંત પોલીસને લૉકડાઉનનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

ગૃહપ્રધાને અમદાવાદના ક્લસ્ટર કોરેન્ટાઇન વિસ્તારની મુલાકાતે, લૉક ડાઉન અંગે કાલે નિર્ણય
ગૃહપ્રધાને અમદાવાદના ક્લસ્ટર કોરેન્ટાઇન વિસ્તારની મુલાકાતે, લૉક ડાઉન અંગે કાલે નિર્ણય

By

Published : Apr 13, 2020, 2:27 PM IST

Updated : Apr 13, 2020, 6:59 PM IST

અમદાવાદ: શહેરમાં દરિયાપુર,કાલુપુર,દાણીલીમડા સહિતના ક્લસ્ટર કોરેન્ટાઇન વિસ્તારની ગૃહપ્રધાન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ગૃહપ્રધાન સાથે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા, મ્યુનિ. કમિશ્નર વિજય નહેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતાં. તમામ ક્લસ્ટર કોરેન્ટાઇન વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ આરોગ્ય વિભાગની ટીમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહપ્રધાને અમદાવાદના ક્લસ્ટર કોરેન્ટાઇન વિસ્તારની મુલાકાતે, લૉકડાઉન અંગે કાલે નિર્ણય
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે લોકો આરોગ્ય વિભાગ અને પોલીસકર્મી પર હુમલો કરાય છે કે વિરોધ કરાય છે તે ખોટું છે અને તેવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ કડકપણે લૉકડાઉનનું પાલન કરવું પડશે. પોલીસ માટે સરકાર ચિંતિત છે. આવતીકાલે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને લૉકડાઉન લંબાવવું કે કેમ તે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.
Last Updated : Apr 13, 2020, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details