ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહપ્રધાને અમદાવાદની BRTS બસના રૂટનું કર્યું નિરીક્ષણ

અમદાવાદ: શહેરમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. સરકારી બસો દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ગત ગુરૂવારે શહેરના પાંજરાપોળ સર્કલ નજીક BRTS બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે ભાઈઓના મોત થયા હતા. જે બાદ સમગ્ર શહેરમાં BRTS બસ સામે રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે મંગળવારે ગૃહપ્રધાને શહેરના અંજલી ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર અને વાળીનાથ ચોક સુધી BRTS રૂટનું પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બીજલ પટેલ તથા ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.

પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા

By

Published : Nov 26, 2019, 6:24 PM IST

Updated : Nov 26, 2019, 6:56 PM IST

ગૃહપ્રધાને BRTS રૂટમાં થતી મુશ્કેલી અંગે જાતે નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સમગ્ર રૂટ પર વાહનચાલકોને અને લોકોને પડતી અગવડો તેમજ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત સ્થાનિકો સાથે વાતચીત કરી અને નિરાકરણ લાવવા અંગેના મંતવ્યો લીધા હતા. જેમાં સ્થાનિકોએ વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન કર્યું હતું.

ગૃહપ્રધાને અમદાવાદની BRTS બસના રૂટનું કર્યું નિરીક્ષણ

દરમિયાન ગૃહપ્રધાન દ્વારા BRTS રૂટ પર જ્યાં મિક્સ ટ્રાફિક થાય છે, ત્યાં બમ્પ મુકવાની તેમજ વચ્ચે આવતી અડચણોને દૂર કરવા મામલે પણ સૂચનો લેવામાં આવ્યાં હતાં. ગૃહપ્રધાને સ્થાનિક ધારાસભ્ય તેમજ લોકોના મંતવ્યો સાંભળ્યા હતા. ઉપરાંત જે પણ ધારાસભ્યના વિસ્તારમાં BRTS રૂટના કારણે થતી તકલીફ અંગે પત્ર લખી જાણ કરવા જણાવ્યું હતું.

ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી જે પણ સૂચનો મળ્યા છે. તેનો આગામી દિવસમાં અમલ કરી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સૂચારુ રૂપ બને તેનું આયોજન કરવામાં આવશે. BRTS બસના ચાલકો વર્કિંગ અવર્સની અંદર જ કામ કરે અને જે ગતિ મર્યાદા નક્કી કરી છે, તે મર્યાદામાં જ વાહન ચલાવે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. આ મામલે બનાવવામાં આવેલી કમિટી સમક્ષ સૂચનો આવશે તેનો આગામી દિવસમાં અમલ કરવામાં આવશે.

Last Updated : Nov 26, 2019, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details