- ગુજરાત હાઇકોર્ટમાં ગૃહ વિભાગના 2 ઠરાવોને ચેલેન્જ કરાઈ
- સંજીવ ભટ્ટે કેદીઓને ટેલિફોનિક સુવિધા બંધ કરવા કરી હતી અરજી
- આવતીકાલે ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટમાં કરાશે સુનાવણી
અમદાવાદ : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટેન્સ એક્ટ ( NDPS Act ) અંતર્ગત સજા ભોગવી રહેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગૃહ વિભાગના 2 ઠરાવોને ચેલેન્જ કરતી અરજી કરી હતી. આ મામલે આવતીકાલે ગુરૂવારે હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે. સંજીવ ભટ્ટ માટે કોર્ટમાં ગુજરાત સરકારના ગૃહવિભાગના ઠરાવને પડકારતા માંગણી કરી છે કે, અમુક કેટેગરીના કેદીઓ માટે ટેલિફોન સુવિધા મર્યાદિત કરવામાં આવે.
આ પણ વાંચો:સંજીવ ભટ્ટ NDPS કેસમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી ન કરવાનો હાઈકોર્ટનો આદેશ
ગૃહ વિભાગના 2 ઠરાવોને હાઇકોર્ટમાં પડકાયા
ગૃહ વિભાગના જે 2 ઠરાવોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે, તેમાંથી એકને 2008ના બોમ્બ બ્લાસ્ટના 7 કેદીઓ દ્વારા પણ પડકારવામાં આવ્યો હતો, જ્યારે બીજો રિઝોલ્યુશન 2010માં કે જ્યારે 3 મહિનાના પ્રારંભિક સમયગાળા માટે પાયલટ પ્રોજેક્ટના આધારે ગુજરાત સરકારના ગૃહવિભાગે અમદાવાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં ટેલિફોન સેવાઓ શરૂ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ સેવા એટલા માટે શરૂ કરી હતી કે, જેલમાં થતાં અધિકૃત મોબાઈલના વપરાશ ઉપર કાબૂ મેળવી શકાય, આ પાછળ સરકારનો તાત્પર્ય એ પણ હતો કે, જો અધિકૃત મોબાઈલનો ઉપયોગ જેલમાં કરવામાં આવે તો તેમને રેકોર્ડ પણ કરવામાં આવી શકે.
આ પણ વાંચો:સંજીવ ભટ્ટ NDPS કેસ : વીડિયો કોંફરેન્સથી સુનાવણી ન કરવા મુદ્દે હાઈકોર્ટ ચૂકાદો આપી શકે
સુનાવણી આવતીકાલે ગુરૂવારે યોજાશે
જોકે આ સુવિધા માત્ર એવા અપરાધીઓ માટે છે કે, જેમણે પ્રથમ વાર કોઇ અપરાધ કર્યો હોય. જોકે ગત સુનાવણી દરમિયાન સિનિયર વકીલ મિહિર જોશીએ સંજીવ ભટ્ટ વતી કોર્ટમાં રજૂઆત કરી હતી કે, નવેસરના ડીપાર્ટમેન્ટલ કોમ્યુનિકેશન મુજબ અમુક કેટેગરીના કેદીઓ માટે ટેલીફોની સુવિધાઓ 1 ઓગસ્ટથી બંધ કરવામાં આવે. જોકે, આ મામલે વધુ સુનાવણી આવતીકાલે ગુરૂવારે યોજાવાની છે.