- વડોદરાના પ્રતાપ વિલાસની જગ્યામાં રેલવે યુની.બનાવવાના નિર્ણય હાઇકોર્ટની બહાલી
- રાજવી પેલેસની જગ્યામાં યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી
- રેલવે યુનિવર્સિટીમાં અધિકારીઓને તાલીમ આપવાના હેતુથી આ યુનિવર્સિટી અહીં બનાવવાઈ રહી છે
અમદાવાદઃ પ્રતાપ વિલાસ પેલેસ સામે રેલવે વિભાગ દ્વારા ઈમારત બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 2020માં હાઈકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. 4 માળની આ ઈમારતના બાંધકામ અંગે અરજીમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં આ ઈમારતના બાંધકામને કારણે ઐતિહાસિક ધરોહર એવા પ્રતાપ વિલાસ પેલેસની ઓળખ ઝાંખી થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, રેલવે વિભાગ માટે હાઈકોર્ટનો આ મહત્વનો આદેશ રહ્યો હતો.
આ પણ વાંચો-જામનગર ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત ત્રણ પત્રકારને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા