ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટનો સરકારને સવાલ : મેડિકલ કોલેજોની ફી માફી કેમ કરાઈ નથી

ફી વસૂલવા મુદ્દે રાજ્ય સરકારના બેવડા ધોરણની ઝાટકણી કાઢતાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે એકતરફ સરકાર શાળામાં ફી મુદ્દે વાલીઓને રાહત આપી રહી છે ત્યારે સરકારે મેડિકલ કોલેજોમાં ફી માફી કે રાહત કેમ આપી નથી. હાઈકોર્ટે આ મુદ્દે સરકાર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સાથે બેસી જનહિતમાં નિણર્ય લેવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટનો સરકારને સવાલ : મેડિકલ કોલેજોની ફી માફી કેમ કરાઈ નથી
હાઈકોર્ટનો સરકારને સવાલ : મેડિકલ કોલેજોની ફી માફી કેમ કરાઈ નથી

By

Published : Aug 14, 2020, 5:59 PM IST

અમદાવાદઃ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે સરકારની બેવડી નીતિની ઝાટકણી કાઢી છે. રાજ્યમાં ખાનગી, ટ્રસ્ટ અને સોસાયટી દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ કે ખાનગી કોલેજ અથવા એન્જીનિયરિંગ કોલેજોમાં કેમ ફી માફી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી.

હાઈકોર્ટનો સરકારને સવાલ : મેડિકલ કોલેજોની ફી માફી કેમ કરાઈ નથી
વર્તમાન સ્થિતિમાં દેશમાં કોઈ વૈકલ્પિક શૈક્ષણિક સિસ્ટમ નથી ત્યારે ઓનલાઈન એજ્યુકેશન બાળકો માટે સૌથી શ્રેષ્ઠ છે.નોંધનીય છે કે હાઈકોર્ટે અગાઉ ફી માફી મુદ્દે રાજ્ય સરકારને માત્ર ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ ફી ન વસૂલવાનો આદેશ કર્યો હતો.
હાઈકોર્ટનો સરકારને સવાલ : મેડિકલ કોલેજોની ફી માફી કેમ કરાઈ નથી
ગુજરાત હાઇકોર્ટના શાળામાં ફી ન વસૂલવાના નિણર્ય સામે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં હાઈકોર્ટે મેડિકલ કોલેજ અને ખાનગી કોલેજોમાં વસૂલતી ફીની નોંધ લીધી છે. આ મુદ્દે હાઈકોર્ટે સરકારને બધા પક્ષકારો સાથે બેસીને નિણર્ય લેવાનો આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details