ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

રાજ્યના અનેક શહેર અને જિલ્લાઓમાં આજે સતત ચોથા દિવસે વરસાદ (Heavy Rain in all over Gujarat) પડી રહ્યો છે. અમદાવાદ અને વડોદરામાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. તો કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ને કેટલીક જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે શું છે વરસાદની સ્થિતિ જોઈએ.

રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ
રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

By

Published : Jul 14, 2022, 10:17 AM IST

Updated : Jul 14, 2022, 1:18 PM IST

અમદાવાદઃ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો (Heavy Rain in all over Gujarat) છે. તેના કારણે ઓફિસ જતા કર્મચારીઓ, વાહનચાલકો અને સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા હતા. જ્યારે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. આ સાથે જ અનરાધાર વરસાદથી ફરી એક વખત શહેર પાણી પાણી (Heavy Rain in Ahmedabad) થયું છે. જ્યારે સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ચાંદખેડામાં વરસ્યો છે. તો અન્ય વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર

શહેરના આ વિસ્તારમાં ભારે વરસાદ - આ ઉપરાંત અખબારનગર અંડરપાસ અને મોટી વણઝાર અંડરપાસ પાણી ભરાતા બંધ કરી દેવાયો છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ઘૂસ્યા છે. શહેરના એસ. જી. હાઈવે, ગોતા, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા, સરખેજ, ચાંદલોડિયા, મણિનગર, ઘોડાસર, ઈસનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

શહેરમાં સવારે 10 વાગ્યા સુધી પડેલો વરસાદ - અમદાવાદ શહેરમાં 10 વાગ્યા સુધીમાં સરેરાશ 1 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વિરાટનગરમાં પોણા 2 ઈંચ, ઓઢવમાં દોઢ ઈંચ, નિકોલ અને કઠવાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ચાંદખેડામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉસ્માનપુરામાં 2, પાલડી અને રાણીપમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો. તો ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયામાં 2, સાયન્સ સિટીમાં પોણા 2 અને બોડકદેવમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

અન્ય ઝોનમાં વરસાદ - દક્ષિણ-પશ્ચિમ ઝોનના મક્તમપુરામાં 1, સરખેજ, જોધપુર અને બોપલમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ઝોનના દૂધેશ્વરમાં 1 અને દાણાપીઠમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ઝોનના મેમ્કોમાં 1, નરોડા-કોતરપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ઝોનના મણિનગરમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે શહેરમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 16 ઈંચ વરસાદ પડ્યો છે.

શાળા બંધ રાખી શકાશે - શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે, જે થોભવાનું નામ નથી લઈ (Heavy Rain in Ahmedabad) રહ્યો. તેવામાં અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ એક નિર્ણય કર્યો હતો, જે મુજબ સ્થાનિક સ્થિતિને આધારે શાળાના આચાર્ય શૈક્ષણિક કાર્ય બંધ રાખી શકશે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી દરેક સ્કૂલના આચાર્યો પોતાની રીતે નિર્ણય કરી શકશે.

વરસાદની આગાહી

આ હાઈવે પર ન જવા અનુરોધ -દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાઈ ગયું છે. આથી નવસારી જિલ્લા કલેક્ટરે સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે આ સાથે જ લોકોને આ હાઈ-વે પરનો પ્રવાસ ટાળવાનો અનુરોધ કર્યો છે.

રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત -તો આ તરફ રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમ જ નગરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં રાજ્યની નગરપાલિકાઓને સાફસફાઈ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણા સહાયની જાહેરાત કરી હતી. હવે રાજ્ય સરકાર રાજ્યની 156 નગરપાલિકાઓને 17.10 કરોડ રૂપિયાની સહાય ચૂકવશે.

વડોદરામાં ડેમના દરવાજા ખૂલ્યા

વરસાદની આગાહી -આગામી 24 કલાક દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ અને સૂરતમાં ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) છે. બીજી તરફ અમદાવાદ અને વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે.

વડોદરામાં રેસ્ક્યૂ ઓપરેશન

સાબરકાંઠામાં વરસાદ - સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, હિંમતનગર, તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ખેડબ્રહ્માના રાધીવાડ, નેત્રાલ, પાદરડી, ગુંદેલ ગામોમાં વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત હિંમતનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. તો ગઢોડા, હડીયોલ, કાકણોલ, હરીપુરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદની જરૂરિયાત છે.

વડોદરામાં વરસાદની સ્થિતિ -શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો (Heavy Rain in Vadodara) છે. અહીં કરજણ અને વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ (Heavy Rain in Vadodara) પડ્યો હતો. જ્યારે ડભોઈમાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 38 મિમી, કરજણમાં 144 મિમી, ડભોઈમાં 183 મિમી, ડેસરમાં 9 મિમી, પાદરામાં 46 મિમી, વાઘોડિયામાં 20 મિમી, સાવલીમાં 8 મિમી અને શિનોરમાં 34 મિમી વરસાદ પડ્યો હતો.

રાજકોટ

વડોદરામાં રેસ્ક્યૂ ઓપરેશન - વડોદરાના કંદારી ગામમાં 35 લોકો પાણીમાં ફસાયા હતા. જ્યારે NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation in Vadodara) હાથ ધરી 15 મહિલાઓ (જેમાંથી 2 સગર્ભા મહિલાઓ હતી), 18 બાળકો, 2 દર્દીઓને બચાવ્યા હતા. જોકે, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

વડોદરામાં અનરાધાર

વડોદરામાં ડેમના દરવાજા ખૂલ્યા -તો આ તરફ વડોદરાના દેવ ડેમમાંથી ફરી પાણી છોડવામાં આવી (Dam gates opened in Vadodara) રહ્યું છે. આના કારણે નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ડેમના ગેટ નંબર 3, 4, 5, 6ને 0.6 મીટર જેટલા ખોલીને 7,499.844 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.

નવસારીમાં આભ ફાટ્યું - નવસારીના વાંસદામાં વહેલી સવારથી આભ ફાટ્યું હોય એવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં વાંસદા તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 394 મિમી (15.76 ઈંચ) વરસાદ પડ્યો છે. તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ 229 મિમી (9.16 ઈંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે.

વિઝિબિલિટી ઘટી

નીચાણવાળા વિસ્તારો જળમગ્ન - તો નદી કિનારાના ગામડાઓ અને નવસારી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર પણ હાઈ એલર્ટ પર છે. જ્યારે પૂરની સ્થિતિને જોતા 2 NDRFની ટીમ કાર્યરત કરવામાં આવી છે.

કચ્છમાં ડેમ તૂટ્યો - કચ્છમાં નખત્રાણાના ઉખેડા ગામની પાસે મોટો ચેક ડેમ તૂટી પડ્યો હતો. આ ડેમ ઉખેડા-વમોટી રોડની બાજુમાં આવેલો છે. જોકે, વરસાદ બંધ થયા પછી પણ પાણીની આવક ચાલુ રહેતા ચેક ડેમ તૂટ્યો હતો. આ ડેમ પશુ-પક્ષીઓના પીવાના પાણી માટે ઉપયોગી હતો.

Last Updated : Jul 14, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details