- ડ્રગ્સની કિંમતનું 20 ટકા રિવોર્ડ આપી શકાશે
- અધિકારીઓ કેસમાં 2 લાખથી વધુનો રિવોર્ડ આપી શકશે નહીં
- છેલ્લા 30 દિવસમાં 82 લોકોની કરવામાં આવી છે ધરપકડ
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં નશાકારક દ્રાવ્યોની તસ્કરીને રોકવા માટે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બુધવારે રિવોર્ડ પોલિસી જાહેર કરી છે. આ પોલિસીના આધારે કેફી દ્રવ્યોની તસ્કરી કરનારને ઝડપી પાડનાર અને બાતમી આપનાર સરકાર ઇનામ આપશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સને આવતું રોકવા માટે અને પોલીસની ટીમ, બાતમીદારો અને વિવિધ એજન્સીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પોલિસીની જાહેરાત કરી છે.
20 ટકા રિવોર્ડ આપવામાં આવશે
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પત્રકાર પરિષદને સંબોધતા પોલિસીની જાહેરાત કરી હતી જેમાં હર્ષ સંઘવી એ વધુમાં જણાવ્યું હતું કે કેફી દ્રવ્યો બાબતે બાતમી આપનાર બાતમીદારો અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં પ્રથમ વખત નાર્કો રિવોર્ડ પોલીસીનો અમલ કરવામાં આવશે જેમાં મુદ્દામાલની મૂળ કિંમતના 20 ટકા જેટલી કિંમતને રિવોર્ડ તરીકે જે તે ટીમને આપવામાં આવશે જ્યારે સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ 20 લાખથી વધુ નહીં એટલે કુલ રકમ નોરીમોટની મંજૂરી માટે પાત્ર રહેશે એક જ કેસમાં રીમોટની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ અધિકારીઓને કુલ રૂપિયા 2 લાખથી વધુ રકમના મંજૂર કરી શકાશે નહીં જ્યારે રિવોર્ડની કામગીરી સંપૂર્ણપણે સક્ષમ સત્તા તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવશે.
છેલ્લા 30 દિવસમાં 59 કેસ અને 82 લોકોની કરવામાં આવી ધરપકડ
છેલ્લા 30 દિવસમાં પોલીસે ડ્રગ્સને દેશની બોર્ડરમાં આપતા પહેલા રોક્યું. મરીજૂઆનાના 39 કેસ અને 51 લોકોની ધરપકડ, ઓપીયમ માં 3 કેસ અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હસેસમાં 4 લોકો અને 6 કેસ નોંધાયા છે. બ્રાઉન શુગરના 13 કેસ જ્યારે 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલે કુલ 59 કેસ અને 82 લોકોની ધરપકડ કરવામાં આવી છે.