અમદાવાદ: આ કેસમા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખો કેસ માત્ર 19 દિવસમાં ઉકેલ લીધો હતો. જેમાં જોઈન્ટ કમિશ્નર રાજેન્દ્ર અસારી (Rajendra ansari on Ahmedabad bomb blast)એ આ કેસ ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારે Jcp રાજેન્દ્ર અસારીએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
14 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આજના ચુકાદાથી ખુશ છું: રાજેન્દ્ર અંસારી અન્ય રાજ્યોમાં પણ આવી સ્થિતિ
Jcp રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે, આ આખો કેસ ખૂબ જ પડકારજનક હતો અને અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટ (Ahmedabad bomb blast 2008) થયા એ પહેલા અન્ય રાજ્યોમાં પણ આવી સ્થિતિ થઇ ચુકી હતી. ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad city police) દ્વારા ખૂબ જ સારી રીતે આખા કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં dgp આશિષ ભાટિયા અને ચુડાસમા સાહેબેના નેતૃત્વ હેઠળ આખા કેસની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:kejriwal khalistan row: બે સૌથી મોટી રાજકીય પાર્ટીઓએ દેશની સુરક્ષાની મજાક ઉડાવી
એક એક કરીને બધી કડીઓ મેળવી
આ કેસમાં હ્યુમન ઈન્ટેલિજન્ટ અને એક એક કરીને બધી કડીઓ મેળવી હતી. તેમજ આ બ્લાસ્ટમાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, એ મટિરિયલની ઝીણામાં ઝીણી કડી તપાસ કરી એકત્રિત કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ, જિલ્લા અને અન્ય શહેરોમાંથી અલગ-અલગ લોકોને પકડીને તપાસ કરવામાં આવી હતી. ઇન્ટ્રોગેશનના અંતે ઝીણામાં ઝીણી માહિતી પ્રાપ્ત થઈ હતી, રાજ્ય બહારના લોકો પણ આ કૃત્યમાં સંકળાયેલા હતા અને અંતે ઇન્ડિયન મુજાહિદ્દીન મોડ્યુલનો હાથ સામેં આવ્યો હતો.
આ પણ વાંચો:kejriwal khalistan row: બે સૌથી મોટી રાજકીય પાર્ટીઓએ દેશની સુરક્ષાની મજાક ઉડાવી
બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકો મૃત્યુ પામ્યા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને 244થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. આ આખા કેસમાં સરકાર અને તમામ સિનિયરનો સાથ પ્રાપ્ત થયો હતો અને આજે 49 આરોપીઓમાંથી 38 આરોપીને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે.