ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી : પ્રેમિકાને પાછી મેળવવા માટે પ્રેમી ચડ્યો હાઇકોર્ટના દરવાજા

પાટણ શહેરમાં રહેતા એક પ્રેમીએ (Habeas Coopers petition by Patan lover) પોતાને પ્રેમિકાને પાછી મેળવવા માટે તેને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ (Habeas Corps application in High Court) દાખલ કરી છે. કોર્ટે સરકારને પોલીસને નોટિસ આપી છે. તો સાથે હાઇકોર્ટે અરજદારને ચેતવણી (High Court warning to petitioner) પણ આપી છે.

હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી : પ્રેમિકાને પાછી મેળવવા માટે પ્રેમી ચડ્યો હાઇકોર્ટના દરવાજા
હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી : પ્રેમિકાને પાછી મેળવવા માટે પ્રેમી ચડ્યો હાઇકોર્ટના દરવાજા

By

Published : Jun 10, 2022, 8:24 PM IST

અમદાવાદ: પ્રેમ માટે લોકો કંઇ ને કંઈ કરતાં હોય છે. ઘણીવાર તો પ્રેમ માટે થઈને લોકો બધી હદો પાર કરી દેતા હોય છે. એવું જ એક પ્રેમનો કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને (Habeas Coopers petition by Patan lover) પાછી મેળવવા માટે થઈને ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું છે.

શું છે સમગ્ર મામલો - આ કેસની વિગતો જોઈએ તો પાટણ શહેરમાં રહેતા એક પ્રેમીએ પોતાને પ્રેમિકાને પાછી (Habeas Coopers petition by Patan lover) મેળવવા માટે તેને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ (Habeas Corps application in High Court) દાખલ કરી છે. આ મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે,અરજદાર અને તેની પ્રેમિકા ઘણા વર્ષોથી પરિચયમાં છે અને પ્રેમ સંબંધમાં પણ છે. આ સબંધો વિશે પ્રેમિકાના પિતાને પણ જાણ હતી અને તેઓ ટૂંક સમયમાં આ બંનેના લગ્ન કરવા માટે મંજૂરી પણ આપી દીધી હતી.

આ પણ વાંચોઃ Gujarat High Court Hearing : હેબિયસ કોપર્સ અરજી અંગે હાઇકોર્ટનું આકરૂં વલણ, દુરુપયોગને લઇ શું કહ્યું?

આમ પડ્યો વાંધો -પરંતુ અચાનક જ પ્રેમિકાના પિતાનું અવસાન થઈ જતા પ્રેમિકાના પરિવારજનોએ તેને લગ્ન માટે વિરોધ કરીને બળજબરીપૂર્વક પરાણે તેને ગોંધી રાખવામાં આવી છે. તેઓ આ લગ્નનો વિરોધ દાખવી રહ્યા છે. પ્રેમી અને પ્રેમિકા બંને પુખ્ત વયના છે તેથી પરાણે ગોંધી રખાયેલી તેની પ્રેમિકાને તેના પરિવારની પકડમાંથી મુક્ત (Habeas Coopers petition by Patan lover) કરવામાં આવે એવી માંગ સાથેની હાઈકોર્ટમાં હેબિયસ કોંપર્સ (Habeas Corps application in High Court) કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Vadodara Sokhada Controversy: સ્વામિનારાયણ મંદિરમાં 400 સાધુઓને રાખનારા 3 સાધુઓને હાઈકોર્ટેમાં હાજર થવાનો અપાયો હુકમ

નોટીસ ઈસ્યુ -આ સમગ્ર મામલે હાઇકોર્ટેની ખંડપીઠે આ કેસ (Habeas Coopers petition by Patan lover) બાબતે નોટીસ ઈસ્યુ કરી છે અને રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે સાથે સાથે હાઇકોર્ટે અરજદારના વકીલને પણ ટકોર કરી હતી કે જો યુવતી જ્યારે એમ કહેશે કે તે તેની મરજીથી પરિવાર સાથે છે તો અરજદારને આકરો દંડ (High Court warning to petitioner) ફટકારવામાં (Habeas Corps application in High Court) આવશે. આ મામલે વધુ સુનાવણી 27 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details