ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના રસીકરણમાં ગુજરાત પ્રથમ: નાયબ મુખ્યપ્રધાન

દેશમાં કોરોનાની વેક્સિનને લઇને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા લોકોને વહેલામાં વહેલી તકે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોએ પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ પણ લઇ લીધો છે. ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો.

નાયબ મુખ્યપ્રધાન
નાયબ મુખ્યપ્રધાન

By

Published : Aug 16, 2021, 4:47 PM IST

  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બેગ છીનવી લીધો
  • પત્ની સાથે નાયબ મુખ્યપ્રધાને બીજો લીધો
  • રસી લેવાની સાથે હોસ્પિટલમાં આવેલા દર્દીઓની પણ લીધી મુલાકાત

અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. આજે તેમણે અને તેમના પત્નીએ પણ રસી લીધી હતી. આ દરમિયાન મીડિયાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્ય દેશમાં અગ્રેસર રહ્યું છે. અત્યારસુધી ચાર કરોડ નાગરિકોએ રસી લીધી છે, આજે તેમણે રસીનો બીજો ડોઝ લઈ નાગરિકોને સલામતીનો સંદેશ આપ્યો હતો.

નાયબ મુખ્યપ્રધાન

આ પણ વાંચો- સંપૂર્ણ રસીકરણ પછી પણ 'Breakthrough' સંક્રમણ શક્ય છે

રાજ્યભરમાં કોરોના રસીકરણની કામગીરી મોટાપાયે ચાલે છે

મીડિયાને સંબોધતાં નીતિન પટેલે રાજ્યભરમાં કોરોના રસીકરણની કામગીરી મોટાપાયે ચાલી રહી હોવાનું જણાવ્યું હતું તેમજ નાગરિકોમાં પણ કોરોના રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવો દાવો કર્યો હતો.

દરરોજ 6 લાખથી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવે છે

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરરોજ 6 લાખથી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે. જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં દેશમાં મોખરે રહ્યું છે.

રાજ્ય પાસે 13 લાખ જેટલો કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ છે

વધુમાં નાયબ મુખ્યપ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાજ્ય પાસે 13 લાખ જેટલો કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં આજે 6 લાખ જેટલા નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે.

રસીકરણ

આ પણ વાંચો- Vaccination: રાજ્યમાં શહેરો કરતાં ગામડાંના લોકો રસી લેવામાં વધુ ઉત્સાહી

ગુજરાતને પૂરતો જથ્થો મળી રહે તે માટે કેન્દ્રમાં કરાઇ રજૂઆત

આ ઉપરાંત વેક્સિનની સફળ કામગીરીના પરિણામે જ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે અને કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે પૂર્ણ રસીકરણ માટે વધુમાં વધુ જથ્થો ગુજરાત રાજ્યને મળતો રહે તે માટે પણ ચર્ચાઓ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details