- બીયુ અને ફાયર સેફ્ટી ન હોય તેવી ઇમારતો સામે પગલાં લેવા કોર્ટનો આદેશ
- ભાવનાઓથી કાયદાઓનું પાલન ન થઈ શકે
- કડક કાર્યવાહીથી રાજ્યમાં ઘર્ષણનો માહોલ સર્જાઈ શકે છે
અમદાવાદ- રાજ્યમાં ફાયર સેફટી ન ધરાવતી ઇમારતો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને આદેશ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી થઈ હતી, જેમાં ફાયર સેફટી અને બીયુ પરમિશન ન હોય તેવી ઇમારતો સામે કડક અને ઝડપથી પગલાં લેવા કોર્ટે આદેશ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે ચાલે છે સુનાવણી
અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. આજે ફરીવાર આ મુદ્દે સુનાવણી થતાં કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું કે, કાયદાનું પાલન લાગણીઓ અને ભાવનાઓથી નથી થતું. કોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ટકોર કરી હતી કે, બીયુ પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવી તમામ ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે 8 જુલાઈ 2022 સુધી ફાયર સેફ્ટીના અમલીકરણ માટેની અરજી ફગાવી