ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણીને લઈને હાઇકોર્ટ એક્શન મોડમાં, MP-MLA સામે ઝડપી કેસ ઉકેલવા સ્પેશ્યલ કોર્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસે બાકી છે. જેમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુનામાં સંડોવાયેલા ધારાસભ્યોને સાંસદો સામે ઝડપી કેસ ચલાવવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત હાઇકોર્ટે સરકારને વિશેષ અદાલત બનાવવા માટે આદેશ (Gujarat High Court ordered government) આપ્યો હતો. વિશેષ અદાલતની રચના (Special court to Speed up cases) અંગેનું નોટિફિકેશન કોર્ટમાં રજૂ કરવા હાઈકોર્ટે સરકારને પણ આદેશ આપ્યો છે.

ચૂંટણીને લઈને ગુજરાત હાઇકોર્ટ એક્શન મોડમાં, ધારાસભ્યો સાંસદો સામે ઝડપી કેસ માટે વિશેષ અદાલતની જોગવાઈ
ચૂંટણીને લઈને ગુજરાત હાઇકોર્ટ એક્શન મોડમાં, ધારાસભ્યો સાંસદો સામે ઝડપી કેસ માટે વિશેષ અદાલતની જોગવાઈ

By

Published : Oct 7, 2022, 7:46 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court Ahmedabad) પણ હવે ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ચૂકી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુનામાં સંડોવાયેલા ધારાસભ્યોને સાંસદો સામે ઝડપી કેસ ચલાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ માટે હાઇકોર્ટ દ્વારા એક વિશેષ અદાલત બનાવવાનો પણ સૂચન કરવામાં આવ્યું છે.

સુનાવણી ઝડપથી થાય તે માટે વિશેષ અદાલતમહત્વનું છે કે આદેશ આપવાની સાથે જ ધારાસભ્યોને સાંજ સુધી સામે કેસ હશે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જોઈએ તો ગુજરાત હાઇકોર્ટે આજરોજ ધારાસભ્યો અને સાંસદો સામે કેસ હોય તેમની સુનાવણી ઝડપથી થાય તે માટે વિશેષ અદાલત બનાવવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આદેશનોંધનીય છે કે નિવૃત્ત MP અને MLA સામેના પડતર કેસો મુદ્દે કોર્ટે આ અગાઉ હાઇકોર્ટે સરકારને નોટિસ ઇશ્યુ (High Court issued notice to government) કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યો સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચલાવવા આદેશ કર્યો હતો . જે અંતર્ગત હાઇકોર્ટે સરકારને વિશેષ અદાલત બનાવવા માટે આદેશ આપ્યો હતો. વિશેષ અદાલતની રચના અંગેનું નોટિફિકેશન (Notification constitution of special court) કોર્ટમાં રજૂ કરવા હાઈકોર્ટે સરકારને પણ આદેશ આપ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે 20 ઓક્ટોબર સુધીમાં કેસોને લઇ થયેલી કાર્યવાહી હાઇકોર્ટમાં રજુ કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details