- બાયોમેડિયકલ વેસ્ટનો કાયદાકીય રીતે નિકાલ ન કરાતો હોવાને લઇ હાઇકોર્ટમાં સુનાવણી
- બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા 2004થી કંપનીને અપાયો હતો ઓર્ડર
- 4 હૉસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરનો બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવાનો અપાયો હતો ઑર્ડર
- કોર્ટે કંપનીને સોલિડ વેસ્ટ એક્ટ 2016 મુજબ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા કર્યો આદેશ
અમદાવાદ: મનપા સંચાલિત હૉસ્પિટલો અને અર્બન હેલ્થ સેંટર્સમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉપાડનારી એજન્સીઓ સોલિડ વેસ્ટ એક્ટ 2016ના ધારા ધોરણો મૂજબ વેસ્ટ ન ઉપાડતી હોવાને લઇ આજે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી. કોર્ટે એજન્સીને 2016ના કાયદા મૂજબ જ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટેનો આદેશ કર્યો હતો.
જાહેર હિતની અરજીમાં શું કરાઈ રજૂઆત?
જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે મનપાએ વર્ષ 2004માં મનપા સંચાલિત હૉસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટર્સમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉપાડવા માટે કૉન્ટ્રાકટ આપ્યો હતો. એજન્સી સોલિડ વેસ્ટ એક્ટ 2016ના કાયદામાં સૂચવેલા નીતિ-નિયમો મૂજબ કચરાનો નિકાલ ન કરતી હોવાથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સામે કોર્ટે એજન્સીને 2016ના નિયમો મુજબ જ કચરાનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે કેસની ગંભીરતા સમજી મનપા અને જીપીસીબીને પણ એજન્સીઓ કાયદા પ્રમાણે જ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરે છે કે કેમ તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું.