ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો, 3,300 શિક્ષકોની કરાશે ભરતી - undefined

ગાંધીનગર ખાતે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. આ ઉપરાંત તેઓએ ટેટની પરીક્ષા ટેટની પરીક્ષાની વેલિડિટી વધારીને 3,300 શિક્ષકોની ભરતીની વાત પણ કરી હતી.

સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો,
સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો,

By

Published : Oct 13, 2021, 5:15 PM IST

Updated : Oct 13, 2021, 8:28 PM IST

  • સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદા વધારામાં આવી
  • શિક્ષણપ્રધાને જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી જાહેરાત
  • 3,300 શિક્ષકોની કરવામાં આવશે ભરતી

ન્યૂઝડેસ્ક: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તમામ પ્રધાનોને એક ખાસ સુચના સાથેનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાયી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષા મામલે મોટો નિર્ણય લેતા સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદા વધારી છે.કોરોનાના પરીક્ષાઓ પાછી ઠેલાઇ હતી. જેથી પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

વય મર્યાદામાં સુધારો

વય મર્યાદામાં સુધારો બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સીધી ભરતીમાં વયમર્યાદામાં વધારો 1 સપ્ટેમ્બર 2021 થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ રહેશે, રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધ્વારા સીધી ભરતી માટે સ્નાન નાટક કે લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારો અને હાલમાં ૩૫ વર્ષની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે જ્યારે બિન અનામત પુરુષ ઉમેદવારો માટે ૩૦ વર્ષની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો કરીને હવે ૩૪ વર્ષ કરવામાં આવેલ છે જ્યારે એસસી એસટી ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરીના પુરુષ ઉમેદવારો ના કિસ્સામાં હાલ ની ભવાઈ મર્યાદા 40 વર્ષની છે તેમાં ૧ વર્ષનો વધારો કરીને ૪૧ વર્ષ કરવામાં આવી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો

કોરોના કાળમાં યુવાનોએ વેઠી છે તકલીફ

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ઉલ્લેખ કર્યો હતો કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો યુવાનોએ વેઠી છે તેમાંથી તેમને બહાર કાઢવા માટે, યુવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નવી પદ્ધતિ નક્કી થાય ત્યાં સુધી ટેટની પરીક્ષાની વેલીડિટી પણ વધારવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં 3,300 જેટલી ભરતી થશે. જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બદલાય ત્યાં સુધી આ વેલીડિટી વધારવા આવશે.

શિક્ષણ નીતિ પહેલા 3300 જેટલા ટેટ ઉમેદવારોની ભરતી
સમગ્ર દેશમાં શિક્ષણ નીતિનો અમલ થાય તે પહેલા જ રાજ્યના શિક્ષણ પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરી શકે શિક્ષણ નીતિ સમગ્ર દેશમાં અમલમાં આવે તે પહેલાં ગુજરાતમાં 33 જેટલા ટેટના ઉમેદવારોની શિક્ષણમાં પતિ કરવામાં આવશે આ ઉપરાંત આવનારા વર્ષોમાં તબક્કાવાર શિક્ષણ વિભાગમાં ભરતી કરવામાં આવશે..

રાજ્યમાં વીજ સંકટ નહીં

સમગ્ર દેશમાં પોતાની અછત વર્તાઈ રહી છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે જયારે કેન્દ્ર સરકારે પણ દેશમાં અત્યારે ફક્ત ૨૬ દિવસ ચાલે તેટલો જ કોલસાનો જથ્થો હોવાનું નિવેદન જાહેર કર્યું છે ત્યારે રાજ્યમાં કોલસાની કેવી પરિસ્થિતિ છે તે બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ બાબતે ઉર્જા પ્રધાન સાથે વાત કરવામાં આવી છે અને ગુજરાતમાં કોઈપણ પ્રકારે વીજ કાપ મૂકવામાં નહીં આવે જ્યારે કેન્દ્ર સરકારે પણ ગુજરાત સરકાર ની સહાય કરી રહ્યા હોવાનું નિવેદન પણ કેબિનેટ બ્રિફિંગમાં આપ્યું હતું.

Last Updated : Oct 13, 2021, 8:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details