- GCA દ્વારા ઓનલાઇન ટિકિટના 14.92 કરોડ રૂપિયા રિફંડ કરાયા
- ઓફલાઇન ટિકિટના 60 લાખ રૂપિયા રિફંડ કરાયા
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રિફંડની પ્રક્રિયા ચાલુ
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓફલાઇન બુકિંગ ટિકિટનું રિફંડ કાર્ય શરૂ
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી પાંચ મેચમાંથી છેલ્લી ત્રણ મેચો કોરોનાને કારણે પ્રેક્ષકો વગર રમાઈ હતી. જેની ટિકિટનું વેચાણ ઓનલાઇન, ઓફલાઇન એમ બંને રીતે થયું હતું. જેથી ગુજરાત ક્રિકેટ એસોસિએશને તમામ ગ્રાહકોને ટિકિટના નાણાં રિફંડ આપવાની ખાતરી આપી હતી.
GCA દ્વારા ઓનલાઇન ટિકિટના 14.92 કરોડ રૂપિયા રિફંડ કરાયા આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત, 36 રને હરાવી સીરિઝ પર કર્યો કબ્જો
18 માર્ચે ઓનલાઇન ટિકિટનુ રિફંડ થયું
GCA દ્વારા ઓનલાઇન ટિકિટની રિફંડ તારીખ 17 માર્ચથી લઇને 22 માર્ચ અને ઓફલાઇન ટિકીટ રિફંડની તારીખ 18 માર્ચથી લઇને 22 માર્ચ નક્કી કરવામાં આવી છે. GCA દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ ત્રણેય મેચની કુલ 14.92 કરોડ રૂપિયાની ઓનલાઇન ટિકિટનું વેચાણ થયું હતું. જે 18 તારીખે ગ્રાહકોના ખાતામાં જમા થઈ ગયા છે. ઓફલાઇન ટિકિટમાંથી 60 લાખ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે. 22 માર્ચ સુધી ટિકિટ રીફંડની પ્રક્રિયા ચાલશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બોક્સ ઓફિસ સવારે 10 કલાકથી સાંજના 04 કલાક સુધી ઓફલાઇન ટિકિટનું રિફંડ લોકો મેળવી શકશે.