- કોરોનાને લઈને ગુજરાતીઓ માટે સારા સમાચાર
- રાજ્યમાં સતત થઈ રહ્યો છે કોરોનાના કેસમાં ઘટાડો
- રાજ્યમાં 24 કલાકમાં 1110 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ: ગુજરાતીઓ માટે કોરોનાને લઈને સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1110 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 11 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ 1236 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1110 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 12881 છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,29,913 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં રિકવરી રેટ 92.57 ટકા થયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1236 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,12,839 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ જે ગઈકાલે 92.48 ટકા હતો, તે આજે વધીને 92.57 ટકા થયો છે.