અમદાવાદઃ પ્રણવ મુખર્જી 24 ઓક્ટોબર 2016ના રોજ રાષ્ટ્રપતિ હતા તે સમયગાળા દરમિયાન રાજ્યના અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હૃદયથી ગુજરાતી છું પણ ગુજરાતી બોલી શકતો નથી. પ્રણવ મુખર્જી ગુજરાતમાંથી વર્ષ 1981થી 1987 દરમિયાન રાજ્યસભાની ચૂંટણી જીતીને ગયા હતા અને રાજ્યસભામાં ગુજરાતનું 6 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું.
જાણો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ગુજરાત કનેક્શન - gujarat connection of prnab mukhrejee
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન થયું છે. પ્રણવદાના ગુજરાત સાથે ઘેરા સંબંધ હતા. પ્રણવદાએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને ગુજરાતી ભાષા નહોતી આવડતી પણ તેમણે ગુજરાત પ્રત્યે વધુ લાગણી હતી.
પ્રણવ મુખર્જીએ ત્યારે કહ્યું હતું કે, હું એક ગુજરાતી હોવાનો દાવો કરી શકું છું, પણ કમનસીબે હું ભાષા બોલી શકતો નથી. 2016માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાત આવ્યા ત્યારે તેઓ ગાંધીનગર આવ્યા હતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. ત્યારે માધવસિંહ સોલંકી 89 વર્ષના હતા તેમના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ 30 મિનિટનું રોકાણ કર્યું હતું.
પ્રણવ મુખર્જીના ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રસંશા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ત્યારે તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જ શપથ લેવડાવ્યા હતા. તેમને યાદ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ તે ફોટા ટ્વીટ કર્યા હતા.