અમદાવાદઃ બોટાદ લઠ્ઠાકાંડના મામલાએ સમગ્ર રાજ્યને ગજવી (Botad Lattha Kand Tragedy) મૂક્યું છે. ત્યારે હવે કૉંગ્રેસે આ લઠ્ઠાકાંડ મામલે સરકાર પર આકરા પ્રહાર (Gujarat Congress attack on BJP) કર્યા હતા. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કૉંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે આગામી સમયમાં થનારા વિરોધ પ્રદર્શન અંગે પણ માહિતી આપી હતી.
દારૂનો ખૂલ્લેઆમ ધંધો ચાલી રહ્યો છે -ગુજરાત કૉંગ્રેસે આક્ષેપ (Gujarat Congress attack on BJP) કર્યો હતો કે, દારૂના ધંધામાં બૂટલેગર, પોલીસ અને સરકારના ઉચ્ચ અધિકારી સાથે મળીને આ ધંધો ચલાવી રહ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રોજિદ ગામના જાગૃત સરપંચ અને આગેવાનોએ ત્યાં 25 ફેબ્રુઆરી, 4 માર્ચ, 9 માર્ચે ગામમાં દારૂ વેચાતો (Open sale of liquor in Gujarat) હોવાની જાણ કરી હતી. તાત્કાલિક દારૂબંધી કરવામાં આવે તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
દારૂ-ડ્રગ્સના ધંધામાં સરકારના અધિકારીની ભાગીદારી-કૉંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દરેક ગામ, તાલુકા,જિલ્લામાં પેજ પ્રમુખની કામગીરી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જિલ્લામાં દારૂ કેવી રીતે વહેંચવામાં આવશે. કોણ દુકાનદાર બનશે, કોણ હોલસેલનો વેપારી બનશે. તેવી ચર્ચા હવે લોકોના મુખે ચાલી રહી છે. આ જ ગુજરાતમાં ડ્રગ્સ કન્ટેનરમાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી
વડાપ્રધાનની સભામાં પૈસાનો ધૂમાડો -દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે (PM Modi Sabarkantha Visit) છે. ત્યારે તેમની પર પણ પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, 2 વર્ષ સુધી દૂધને સાચવી શકાય તેવા પ્લાન્ટનું લોકાર્પણ કરો છો. તે સારી બાબત છે અને આવા વિકાસના કામો આવકાર્ય છે, પરંતુ ચૂંટણી સમયે જ કેમ આવા કામો કરવામાં આવે છે. તમે જ કામ કરીને લોકોને ભેગા કરવા અને અન્ય ખર્ચ પાછળ 30 કરોડ રૂપિયાનો ધૂમાડો કરી રહ્યા છો. તેની જગ્યાએ જે લોકો લઠ્ઠાકાંડમાં (Botad Lattha Kand Tragedy) ભોગ બન્યા છે. તેમના પરિવારને સહાય આપવામાં આવી હોત સારું હતું.