ગુજરાત

gujarat

ETV Bharat / city

સમગ્ર હિંદુ સમાજ સાથે છેતરપિંડી કરનાર ભાજપને જનતા જવાબ આપશેઃ મનીષ દોશી - election

અમદાવાદઃ ભાજપ દ્વારા 2019 લોકસભા ચૂંટણીને લઈને આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં છે. જેમાં રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે અને ભાજપે આ વખતે ઘોષણાપત્રમાં રામ મંદિર નિર્માણને લઈ શક્ય સંભાવનાઓ ચકાસીને મંદિર બનાવવામાં આવશે તેમ ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 8, 2019, 4:41 PM IST

આ મામલે મહત્વનો સવાલ એ ઉઠે છે કે ભાજપ પક્ષ જેનો રાજકીય ઉદય રામ મંદિર નિર્માણ મુદ્દાથી જ થયો હતો. હવે એજ ભાજપ સંભાવનાઓની વાત કરીને ક્યાંક ને ક્યાંક આ મુદ્દામાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસે પક્ષ દ્વારા ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપે 1995માં પેહલા પાને રામ ભગવાનનો ફોટો રાખીને કસમ ખાધી હતી કે "સોગંદ રામ કી ખાતે હે, મંદિર વહી બનાયેંગે" જે માત્ર સોગંધ પૂરતી જ સીમિત રહી ગયી હતી. વધુમાં 2014માં ભાજપે સંકલ્પ પત્રમાં રામ મંદિરનો મુદ્દો 46માં પાને ખૂણામાં નાખી દીધો હતો અને આ વખતે 2019 હવે માત્ર સંભાવનાઓની વાત કરી રહ્યા છે.

કોંગ્રેસ

વિરોધ પક્ષ દ્વારા વધુમાં આક્ષેપો કરાયા હતા કે, ભાજપે ભગવાન રામના ભક્ત અને ભગવાન રામ સાથે છેતરપિંડી કરી છે અને ભાજપ માટે રામ મંદિર માત્ર ચૂંટણીનો મુદ્દો છે. તેમને મંદિર બનાવવામાં રસ નથી અને ફરી એક વાર અયોધ્યાના માર્ગથી દિલ્હીની ગાદી પર બેસવું છે પણ ભગવાન સાથે છેતરપિંડી કરનારા લોકોને જનતા હવે માફ નહિ કરે અને તેમને વળતો જવાબ આપશે.

ABOUT THE AUTHOR

...view details