અમદાવાદ- ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત PAC જવાનો પર હુમલો (Gorakhpur temple attack) કરનાર મુર્તજા (Gorakhpur temple attack Accused)પાસેથી સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારા પુરાવા મળ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આરોપીની બેગમાંથી મળેલા અરબી ભાષાના ધાર્મિક પુસ્તકમાંથી ગોરખનાથ મંદિરનો નક્શો મળ્યો છે. એ સાથે લેપટોપથી કટ્ટરપંથી ઝાકીર નાઈકના ઘણા વીડિયો પણ મળ્યા છે. મુર્તજા મુંબઈ અને નેપાળના ઘણા લોકો સાથે ચેટિંગ પણ કરતો હતો. તેના નેપાળ-મુંબઈના કનેક્શનની તપાસ કરવા ગુજરાત ATS રવાના (Gujarat ATS Investigation in UP)થઈ ગઈ છે.
મહારાજગંજ અને સિદ્ધાર્થનગર જિલ્લામાં તપાસ-સોમવારે ATS અને STFની સંયુક્ત ટીમ મહારાજગંજ અને સિદ્ધાર્થનગર જિલ્લામાં (Gujarat ATS Investigation in UP)પણ ગઈ હતી. બાંસીથી બે યુવકની ધરપકડ કરીને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ધરપકડ કરવામાં આવેલા બંને યુવકે જ રવિવારે સાંજે મુર્તજાને બાઈકથી ગોરખનાથ મંદિર (Gorakhnath temple attack)પહોંચાડ્યો હતો. આરોપી મુર્તજાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે પોલીસે તેને 7 દિવસના રિમાન્ડ પર રાખ્યો છે. ટૂંક સમયમાં પોલીસ તેને ઘટનાસ્થળે પણ લઈ જાય એવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
આરોપી આંતકી સંગઠનનું મહોરું- જ્યારે ATSનું કહેવું (Gujarat ATS Investigation in UP)છે કે મુર્તજાને કોઈ આતંકી સંગઠને મહોરું (Conspiracy to attack Gorakhpur temple)બનાવ્યો છે. કોઈ મોટી આતંકી ઘટનાને સ્વરૂપ આપવા માટે રિહર્સલ કરવામાં આવ્યું છે. ઘટના સમયે મુર્તજા જે પ્રમાણે ધારદાર હથિયાર લઈને મંદિર પરિસરમાં ફરતો હતો તેને જોતાં લાગતું હતું કે જો તેની પાસે ફાયર કરવાનું કોઈ હથિયાર કે બોમ્બ હોત તો તે કંઈપણ કરી શકત. ઘટના સમયે તેના મોઢામાંથી નીકળેલો નારો 'અલ્લાહ- હુ-અકબર...હું ઈચ્છુ છું તમે લોકો મને ગોળી મારી દો'નો અર્થ સ્પષ્ટ છે કે તે મરવા કે મારવા આતુર હતો.
આ પણ વાંચોઃ Gorakhpur temple attack : ગોરખનાથ મંદિર પર હુમલો ગંભીર ષડયંત્રનો ભાગ હોવાનું ગૃહ વિભાગનું નિવેદન
આરોપીને બે લોકો મંદિર પાસે ઉતારી ગયાં-આ ઉપરાંત મૂર્તજા અમુક હદ સુધી માનસિક બીમાર છે. આ સંજોગોમાં શંકા છે કે તેની આવડત અને બીમારીનો લાભ લઈને તેને મહોરું બનાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી એવું કાવતરું ઘડવામાં આવ્યું હશે કે આ ઘટના નામે હિન્દુ-મુસ્લિમોનાં રમખાણો કરાવી શકે છે. ATS ટીમનું (Gujarat ATS Investigation in UP) માનવું છે કે મુર્તજા અમુક શંકાસ્પદ લોકોના સંપર્કમાં હતો. તેમણે આ કામની જવાબદારી સોંપી હતી. અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મુર્તજા નેપાળથી એકલો નહોતો આવ્યો, સાથે બે યુવક પણ હતાં અને ઘટના સમયે તેઓ જ મુર્તજાને મંદિર સુધી ઉતારવા આવ્યાં હતાં.
આરોપીએ હથિયાર સાથે ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો થોડુંક વધુ-આ સંદર્ભમાં જણાવીએ કે એક યુવકે રવિવારે સાંજે ગોરખપુરના ગોરખનાથ મંદિરના દક્ષિણી દરવાજાથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.હુમલાખોરે પહેલાં ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા અને સુરક્ષામાં તહેનાત બે પીએસી કોન્સ્ટેબલને ધારદાર હથિયાર વડે (Gorakhpur temple attack)ઇજાગ્રસ્ત કર્યા હતાં. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને પકડવાનો પ્રયાસ કર્યો તેમાં આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હતો. ગોરખનાથ મંદિર નાથ સંપ્રદાયની સર્વોચ્ચ પીઠ છે અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Gorakhnath temple Mahant Yogi Adityanath )આ પીઠના મહંત છે. હુમલાના આરોપીનું નામ અહેમદ મુર્તઝા અબ્બાસી (Gorakhpur temple attack Accused ) જણાવવામાં આવી રહ્યું છે. યુપી ગૃહ વિભાગે આ હુમલાને ગંભીર ષડયંત્રનો ભાગ (Conspiracy to attack Gorakhpur temple) ગણાવ્યો છે.