ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે - Aam Aadmi Party

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યપ્રધાન(Newly appointed Chief Minister of Punjab) ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જે વિવિધ કાર્યક્રમો યોજી સંગઠન સાથે વિધાનસભાની ચુંટણી લઈને ચર્ચા કરવામાં આવશે.

Gujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે
Gujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે

By

Published : Apr 1, 2022, 9:50 PM IST

અમદાવાદ:આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન(Chief Minister of Delhi ) અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.આમ આદમી પાર્ટીને પંજાબમાં જે ભવ્ય જીત મળી(Great victory in Punjab) છે. તે ઉત્સાહ સાથે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી(For Gujarat Assembly elections) માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો:BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

બે દિવસ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે -અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલના રોજ સૌથી પહેલા સવારે 10 વાગે ગાંધી આશ્રમની મુલાકાત લેશે.ત્યાર બાદ બપોર 3:30 કલાકે નિકોલ ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિરની(Khodiyar Temple) તિરંગા યાત્રા સાથે રોડ શો(Road show with tricolor travel) યોજાશે. આ રોડ શોમાં મોટી સંખ્યા જનમેદ ઉમટે તેવી પણ સંભાવના છે. જ્યારે 3 એપ્રિલના રોજ સવારે 10.30 કલાકે શાહીબાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના દર્શન(Darshan of Swaminarayan temple) કરશે. તેમજ સાંજે 6 વાગે તે દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો:Attack on Kejriwal's house: ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે :આપ

બે દિવસના પ્રવાસ દરમિયાન મહત્વની બેઠક મળે તેવી સંભાવના -આ બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન એક મહત્વની બેઠક મળશે( important meeting will be held) તેવી સમભાવના છે. જેમાં આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, ભંગવન માન, ઈશુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના નેતા અને સંગઠનના નેતા આ બેઠકમાં ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details