અવદાવાદ: પેપર લીકને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે પેપર લીક (GSSSB Paper Leak 2022) મામલે સરકારે આખરે સ્વીકાર્યું છે અને 6 આરોપીઓની ધરપકડ પણ કરી છે. જ્યારે હવે આરોપીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.
GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ ખુલાસો કરે કે કેવી રીતે પેપર ફોડવામાં આવ્યું
જ્યારે બીજી તરફ જે ઉમેદવારો હતા તેમનું મોરલ પણ તૂટ્યું છે. રાત દિવસ મેહનત કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળે છે. આ મામલે દરેક પાર્ટીએ સરકારની ભારે ટીકા કરી છે. ત્યારે આ મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પણ જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા પરીક્ષા રદ્દ (Demand for exam cancellation ) કરવા અને આસિત વોરાને ચેરમેન પદેથી હટાવવા માંગ કરી છે. આ મામલે કોંગેસ (Congress on paper leak case ) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપની સરકાર ભ્રષ્ટ સરકાર છે. વધુમાં કહ્યું કે જીતુ વઘાણી અને આસિત વોરા લોકો સામે ખુલાસો કરે કે કેવી રીતે પેપર ફોડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી
આ પણ વાંચો:GSSSB Head Clerk Paper Leak 2021: અસિત વોરાને 72 કલાકમાં પદ પરથી નહીં હટાવાય તો આંદોલન કરીશું, યુવરાજ સિંહની ચીમકી