- અમદાવાદ ખાતે રેસલર ધ ગ્રેટ ખલી બન્યા મહેમાન
- ગુજરાતી યુવાનોને આપી હેલ્થ ટિપ્સ
- ગુજરાતમાં આવવું ગમે છે - ગ્રેટ ખલી
- યુવાનોને કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહેવા આપી સલાહ
અમદાવાદ: પ્રહલાદનગર ખાતે વિજયસિંઘ સેંગર દ્વારા જિમ લોન્ચ કાર્યક્રમ દરમિયાન રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદના બીજા જિમની સરખામણીએ અદ્યતન સાધનોથી સજ્જ છે. જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમના વાતાવરણને માણી શકે. આ સિવાય લાઈવ કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિમમાં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાંજ બનાવીને તેમને આપવામાં આવશે જે ખુબજ મહત્ત્વપૂર્ણ બાબત છે.
આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે
આ પ્રસંગે ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે, “આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે. કારણ કે, લોકોની લાઈફસ્ટાઈલએ પ્રકારની થઇ ગયી છે. મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે. કેમકે, લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી, પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનરના લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબ જ સારું છે. કોવિડ-19 પછી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત થયા છે. જે હેલ્ધી લાઈફ માટે ખુબજ સારું છે. મારુ દરેક વ્યક્તિને એ કહેવું છે કે, તમે દિવસમાં ઓછામાં ઓછું 1 કલાક પોતાના સ્વાસ્થ્ય માટે કાઢો અને એ વસ્તુ રોજિંદી કરો ત્યારે જ તેની અસર તમારા શરીર પર દેખાશે."