ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યા તેનો સરકાર ખુલાસો કરે: મનીષ દોશી
ધમણ-3 વેંન્ટિલેટર વિવાદ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના આફતમાં સ્વદેશી ઉત્પાદન થાય તે આવકારદાયક બાબત છે. પરંતુ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ કહ્યું છે કે, ધમણ કોરોનાની સારવારમાં અસરકારક નથી.
ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં તેનો સરકાર ખુલાસો કરે : મનીષ દોશી
અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે માનવ જિંદગી સાથે ચેડાં ન થાય તે હેતુથી જ ધમણનો વિરોધ કર્યો છે. ધમણ અંગે મુખ્યપ્રધાન જવાબ આપે કે રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં ધમણનો ઉપયોગ થાય છે કે નહીં ? ક્યાં પરીક્ષણમાંથી ધમણ પાસ થયું છે ? ધમણના ઉપયોગથી કેટલાં દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં તેનો સરકાર ખુલાસો કરે.