- સરકારે પીવાના પાણી સાથે અબોલા જીવના ઘાસચારા બાબતે કર્યું આયોજન
- તમામ જિલ્લામાં મળીને કુલ 398.20 લાખ મેટ્રિક ટન ઘાસનો જથ્થો
- આગામી સમયમાં લીલા ઘાસચારાની ઘટ ન આવે તે બાબતે સરકારે શરૂ કર્યું આયોજન
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઘટ છે ત્યારે રાજ્ય સરકારે પીવાના પાણી માટેનું માઈક્રો મેનેજમેન્ટ કર્યું છે અને આખું વર્ષ પીવાના પાણી માટે વલખાં મારવા પડે તે માટે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને અન્ય ઝોનમાં નર્મદા કેનાલથી પીવાનું પાણી ડેમમાં કરવામાં આવશે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો વરસાદની ઘટના સામે આવતા લીલા ઘાસચારાની પણ ઘટ જોવા મળે છે પરંતુ રાજ્ય સરકારે લીલા ઘાસચારાની પણ ઘટ ન સર્જાય તે માટે અત્યારથી જ અબોલા જીવોના માટેનું આયોજન કર્યું છે.
રાજ્યના 398.20 લાખ મેટ્રિક ટન જથ્થો
રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ 398 પોઇન્ટ 20 લાખ મેટ્રિક ટન લીલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે આગામી સમયમાં આ જથ્થામાં વધારો થાય અને વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતી રૂપે આયોજન કર્યું છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે અન્ય રાજ્યોમાં વરસાદ વધુ હશે ત્યાંથી પણ ઘાસચારાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી પણ લીલા ઘાસચારાનો જથ્થો મંગાવ્યો હતો.
ક્યાં જિલ્લામાં કેટલો જથ્થો ઉપલબ્ધ લાખ મેટ્રિન ટન
જિલ્લા | ચારો (લાખ મેટ્રિન ટન) |
કચ્છ | 42.28 |
બનાસકાંઠા | 70.00 |
પાટણ | 43.84 |
મહેસાણા | 28.88 |
સાબરકાંઠા | 8.64 |
ગાંધીનગર | 11.68 |
અરવલ્લી | 5.16 |
અમદાવાદ | 27.56 |
આણંદ | 5.92 |
ખેડા | 7.4 |
પંચમહાલ | 6.08 |
દાહોદ | 2.84 |
બરોડા | 8.52 |
મહીસાગર | 7.20 |
છોટાઉદેપુર | 3.60 |
સુરેન્દ્રનગર | 33.32 |
રાજકોટ | 5.56 |
જામનગર | 4.60 |
પોરબંદર | 5.76 |
જુનાગઢ | 4.4 |
અમરેલી | 8.04 |
ભાવનગર | 20.52 |
મોરબી | 9.84 |
બોટાદ | 6.32 |
ગીર સોમનાથ | 5.36 |
દેવભૂમિ દ્વારકા | 4.24 |
સુરત | 5.88 |
નર્મદા | 0.64 |
ભરૂચ | 1.24 |
ડાંગ | 00 |
નવસારી | 0.48 |
વલસાડ | 1.52 |
તાપી | 1.20. |
કુલ જથ્થો | 398.20 |