અમદાવાદબે વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રી ( Navratri 2022 in Ahmedabad )યોજાશે જેને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ( Garba Organizers and Ahmedabad Police Meeting ) તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન (Special Plan for Women Safety ) કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
વાહન પાર્કિંગ પર વોચ રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે.. અમદાવાદ શહેર પોલીસ ( Garba Organizers and Ahmedabad Police Meeting ) આ વખતે નવરાત્રીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની છે, જેમાં ખાસ કરીને બોડીવોર્ન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રિથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે. નવરાત્રિના ( Navratri 2022 in Ahmedabad ) સમયે શહેરના મહત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ખાસ શી ટીમ અલગ અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ (Special Plan for Women Safety ) ભણાવશે સાથે જ આયોજકોએ બાઉસનરો ભીડની માત્રા માં રાખવા અને સીસીટીવી રેકોર્ડિંગ એક માસ સુધી રાખવા સૂચના આયોજકોને આપી છે.