ગુજરાત

gujarat

ETV Bharat / city

Gandhi Ashram Restoration Project : ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચતા હોબાળો

ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટને લઇને ( Gandhi Ashram Restoration Project ) સામેના ભાગે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસ કાફલો બળજબરીથી આ મકાનો ખાલી કરાવવા માટે પહોંચ્યો હતો. પરંતુ ત્યાંના લોકોએ હોબાળો કરતાં મામલો ગરમાયો હતો. જેથી અત્યાર પૂરતું ડીમોલેશન ( Slum Demolition in Ahmedabad ) અટકી ગયું હતું અને સાત દિવસનો સમય આ વસાહતીઓને ઘર ખાલી કરવા માટે આપવામાં આવ્યો છે. એકબાજુ ગાંધીજીએ ગરીબોને તેમના આશ્રમમાં આશરો આપ્યો હતો, ત્યારે બીજીબાજુ ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની સામેના ભાગમાં રહેતા ગરીબ લોકોને AMC દ્વારા ઘર ખાલી કરવા માટે આદેશ કરવામાં આવ્યાં છે.

Gandhi Ashram Restoration Project :  ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચતા હોબાળો
Gandhi Ashram Restoration Project : ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચતા હોબાળો

By

Published : Nov 23, 2021, 7:03 PM IST

  • ગાંધી આશ્રમ વસાહતીઓને 7 દિવસની નોટિસ આપવામાં આવી
  • વસાહતીઓએ કહ્યું અમારું પુનર્વસન કરવામાં આવે
  • 30 વર્ષથી 55 પરિવારો અહીં વસવાટ કરે છે

અમદાવાદઃ ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટ ( Gandhi Ashram Restoration Project ) અંતર્ગત ગાંધી આશ્રમ સામે પાણીની ટાંકી પાસે આવેલા કાચા છાપરામાં વસતા આશરે 55 જેટલા પરિવારોને કલેકટર કચેરી અમદાવાદ અને મામલતદાર દ્વારા ત્રણ દિવસની અંદર ત્યાંથી ખસી જવા અને તેમના મકાનો ખાલી કરવાની 20 તારીખે મૌખિક જણાવ્યું હતું. પરંતુ ત્યાં વસતા લોકોની માગણી છે કે સરકાર દ્વારા કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવે અને તેઓનું પુનર્વસન કરવામાં આવે. આ રીતે તેઓના મકાનોને ગેરકાયદે રીતે તોડી પાડવામાં ન આવે અને તેઓના બંધારણીય અને કાયદાકીય હકોનું રક્ષણ થાય તેવી માગણી કરી હતી.

ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટને લઇને ઝૂંપડપટ્ટી હટાવવાની કાર્યવાહીનો વિરોધ

આ પહેલાં ક્યારેય કોઈ નોટિસ આપવામાં નથી

આ વસાહતીઓ તરફથી લડી રહેલા વકીલ મંગલ ગઢવીએ જણાવ્યું હતું કે આ પહેલાં ક્યારેય કોઈ નોટિસ આપવામાં નથી. ફક્ત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે અહીં મકાનો ખાલી કરો. પરંતુ અમે અહીં રહેતા લોકો તરફથી પુનર્વસન ( Rehabilitation ) માટે માગણી કરી છે. લીગલ પોલીસી પ્રમાણે તેઓ પુનર્વસન માટે લાયક છે, પરંતુ ગેરકાયદે રીતે ખસેડવામાં આવી રહ્યાં છે. જો અહીં રહેતા લોકોને ન્યાય નહીં મળે તો હાઇકોર્ટ (Gujarat High Court ) સુધી પણ જઈશું. જો કે આ પહેલા પણ અમે કોર્પોરેશન ( AMC ) તેમજ અલગ અલગ ચાર જગ્યાએ અરજીઓ પણ પહોંચાડી છે અને પુનર્વસન માટેની માગ કરી છે.

લોકોએ હોબાળો કરતાં મામલો ગરમાયો

મજૂરી કરતાં લોકોએ કહ્યું, ભાડાના મકાનમાં રહેવું અમારા માટે મુશ્કેલ છે

અહીં રહેતા લોકોનું કહેવું છે કે અહીં 30 વર્ષથી અમે વસવાટ કરીએ છીએ અને અહીં રહેતા તમામ લોકો મજૂરી જેવા કામો સાથે જોડાયેલા છે. જેથી રોજનું કમાઈ રોજનું થાય છે. જો અમને અહીં ખાલી કરાવવામાં આવે છે તો અમે ક્યાં જઈશું? કેમકે ભાડાના મકાનમાં રહેવું અમારા માટે મુશ્કેલ છે. અમને સરકાર દ્વારા નિરાધાર કરી અહીંથી ખસેડી દેવા માટેની તૈયારીઓ કરી દીધી છે. પરંતુ અમારો પણ હક બને છે કે, ઘણા વર્ષોથી અહીં રહીએ છીએ તો સામે અમને બીજી જગ્યાએ રહેવા માટે ફાળવવામાં આવે તેવી તેમણે માગણીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો ( Gandhi Ashram Restoration Project ) એક છે.

આ પણ વાંચોઃ PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રીમ પ્રોજેક્ટ, 231 કરોડનું રીડેવલપમેન્ટ કામ AMC કરશે

આ પણ વાંચોઃ કાર્યકરતાઓ અને લેખકોએ સાબરમતી આશ્રમના વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કર્યો

ABOUT THE AUTHOR

...view details