ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે એરોડ્રામ ખાતે ફોગિંગ કરવામાં આવ્યું

વડાપ્રધાન મોદીના આમગનના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે અગમચેતી દાખવવામાં આવી રહી છે. કેવડિયામાં 31 ઓકટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની વડાપ્રધાન ઉજવણીના ભાગરૂપે સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને સી પ્લેનમાં બેસી અમદાવાદ વોટર એરોડ્રામ ખાતે પહોંચશે. જે બાદ સી પ્લેન સામાન્ય જનતા માટે ખૂલ્લું મુકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ શહેરના રિવરફ્રન્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Fogging was done at the riverfront for the safety of Prime Minister Modi
Fogging was done at the riverfront for the safety of Prime Minister Modi

By

Published : Oct 30, 2020, 4:43 PM IST

  • 31 ઓક્ટોબરના રોજ PM કરશે સી-પ્લેનનું ઉદ્ધાટન
  • વડાપ્રધાનના આગમનની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો
  • વોટર એરોડ્રામ ખાતે ફોગિંગ કરવામાં આવ્યું

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમગનના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે કોરોના વાઇરસના સંક્રમણને જોખમને ધ્યાનમાં રાખીને અગમચેતી દાખવવામાં આવી રહી છે. કેવડિયામાં 31 ઓકટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. જે ત્યાર બાદ વડાપ્રધાન સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને સી પ્લેનમાં બેસી અમદાવાદ વોટર એરોડ્રામ ખાતે પહોંચશે. જ્યાં સી પ્લેન સામાન્ય જનતા માટે ખૂલ્લું મુકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ શહેરના રિવરફ્રન્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કોરોના સંક્રમણ ન વધે તે માટે સજાગ તંત્ર

અમદાવાદ વોટર એરોડ્રામ ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના છે. જેની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા જવાનો દ્વારા જેટી પરની સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વોટર એરોડ્રામ પર ચેકિંગ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનની સુરક્ષામાં ફરજ બજાવતા તમામ કર્મીઓનો કોરોના રિપોર્ટ ફરજિયાત

અમદાવાદ વોટર એરોડ્રામની બિલ્ડિંગ તેમજ જેટીને સેનિટાઈઝ્ડ કરવામાં આવી રહ્યું છે. વોટર એરોડ્રામ નજીકના વિસ્તારમાં પણ સેનેટાઈઝેશન અને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં રહેનારા તેમજ બંદોબસ્તમાં ફરજ પરના તમામ કર્મચારીઓના કોરોના રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યા હતા.

પોઝિટિવ આવનારા કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે

અમદાવાદ વોટર એરોડ્રામ પર ફરજ પર રહેનારા પોલીસ, ગુજરાત ટેસ્ટ એવિએશનની ટીમ, સ્પાઇસ જેટની ટીમ, ફાયરની ટીમ સહિત તમામના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા છેય આ સાથે ફાયર વિભાગના 45 જવાનોના પણ કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ વોટર એરોડ્રામ ખાતે ITBPના જવાનોના પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. જો કે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા કર્મચારીઓ પોતાના કામગીરી પર રહી શકશે. અન્યથા પોઝિટિવ આવનારા કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details