ગુજરાત

gujarat

By

Published : Apr 25, 2021, 10:51 PM IST

ETV Bharat / city

પશ્ચિમ રેલવે દ્વારા પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી

કોવિડ મહામારીમાં તબીબી પરિસ્થિતિની સારવારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા એ એક મુખ્ય તત્વ છે. ભારતીય રેલ્વે મિશન મોડ પર આગામી 24 કલાકમાં 140 MTથી વધુ લિક્વિડ ઓક્સિજન પહોંચાડશે. અત્યાર સુધીમાં ઓક્સિજન એક્સપ્રેસ મુંબઈ અને વિશાખાપટ્ટનમ વાયા નાગપુર અને નાસિક તથા લખનઉ વચ્ચે દોડાવવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 150 ટન લિક્વિડ ઓક્સિજન ધરાવતા કુલ 10 કન્ટેનર પરિવહન કરવામાં આવ્યાં છે.

પશ્ચિમ રેલવે દ્વારા પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી

  • હાપાથી કલામ્બોલી(મહારાષ્ટ્ર) માટે ત્રણ ઓક્સિજન ટેન્કરો મોકલાયા
  • પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવાઈ
  • લગભગ 44 ટન LMO વહન કરવામાં આવ્યું હતું





અમદાવાદ: 25 એપ્રિલ, 2021ના ​​રોજ 18:03 કલાકે ગુજરાતના હાપાથી રવાના થયેલા રો-રો સર્વિસ BWT વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)થી ભરેલી ત્રણ ટેન્કર લઈને 26 એપ્રિલ, 2021ના ​​રોજ મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચશે. આ ઓક્સિજન ટેન્કર મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. લગભગ 44 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન વહન કરવામાં આવેલ આ ઓક્સિજન એક્સપ્રેસ 860 કિ.મી.નું અંતર પસાર કરીને તેના લક્ષ્ય સુધી પહોંચશે.

પશ્ચિમ રેલવે દ્વારા પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી

ઝડપી પરિવહન માટે કલિયર પાથ બનાવવામાં આવશે

ઓક્સિજન એક્સપ્રેસની સરળ ગતિવિધિ માટે ટૂંકા સમયમાં હાપા ગુડ્સ શેડમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વાયા વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત અને વસઈ રોડ થઈને રેલ સ્તરથી ટેન્કરોની ઉંચાઈ, સમય-સમય પર દબાણનું નિરીક્ષણ જેવા તમામ સલામતી પરિમાણોને ધ્યાનમાં રાખીને ચાલશે. પરિસ્થિતિની ઉપલબ્ધતા અને આવશ્યકતાને જોતા ઓક્સિજન એક્સપ્રેસની ઝડપી ગતિ માટે ક્લિયર માર્ગ પ્રદાન કરવામાં આવ્યો છે. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા, રેલ્વે સુનિશ્ચિત કરી રહ્યું છે કે, દેશભરના કોવિડ -19 દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરવામાં આવે જેથી જરૂરીયાતમંદોને રાહત મળી શકે.

ઓક્સિજન વહનની મર્યાદા

લિક્વિડ ઓક્સિજનને ક્રાયોજેનિક કાર્ગો તરીકે પરિવહન કરવામાં તે મહત્તમ ગતિ, મહત્તમ પ્રવેગ અને અધોગતિ તથા પ્રવાહી ઓક્સિજન ટેન્કરની ઉપલબ્ધતા અને લોડિંગ રેમ્પ્સ વગેરે જેવી મર્યાદાઓ શામેલ છે. માર્ગમાં વિવિધ રસ્તા, નીચલા પુલો અને પદયાત્રીઓના પુલોને કારણે ઉપલબ્ધ મહત્તમ મંજૂરીને ધ્યાનમાં રાખીને ટ્રેનના રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details