- યુએસની ઓપન ડોર પોલિસી પછી બીજી પસંદ અમેરિકા
- ડિસેમ્બર મહિનાથી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની ઓપન થશે
- કોવેકસીન લેનાર વિદ્યાર્થીઓએ 15 દિવસ રહેવું પડે છે કવોરન્ટાઇન
અમદાવાદ : કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ માટે વિદેશની બોર્ડર ધીમે ધીમે ખૂલી રહી છે. ત્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે જેવા દેશની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની રહી છે. ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં વિદેશની યુનિવર્સિટીઓમાં ભણવાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે વધી રહ્યો છે.
1 ડીસેમ્બરથી ઓસ્ટ્રેલિયા કરશે ઓપન ડોર
વિદ્યાર્થીઓ માટે અન્ય સારા સમાચાર એ પણ છે કે જેઓ ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે જઈ રહ્યા છે તેમના માટે 1ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા ઓપન થઇ જશે. પરંતુ વિદ્યાર્થીઓએ કોવેક્સિન પહેલાથી લીધી છે તેમને મુશ્કેલીઓનો સામનો પણ અન્ય દેશોમાં પ્રવેશતાની સાથે જ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ મિકેનિકલ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને સાયકોલોજીના કોર્સમાં લઈ રહ્યાં છે. એડમિશન કરિયર લાઇનના ડિરેકટર ભાવિન ઠાકરે કહ્યું કે, કેનેડા ( First choice of students for Abroad Study Canada ) બાદ યુએસ, યુકે બંને કન્ટ્રીમાં સેકન્ડ નંબર પર વિદ્યાર્થીઓ જઈ રહ્યાં છે. કેમ કે ત્યાં વેલકમ બિહેવિયર છે. આ વિદ્યાર્થીઓની પહેલી પસંદ સ્ટડીના કોર્સ માટે એન્જિનિયરિંગ છે અને તેમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું વિદ્યાર્થીઓ વધુ પસંદ કરી રહ્યા છે.
બિઝનેસ મેનેજમેન્ટ પસંદગીનો કોર્સ
આ ઉપરાંત બિઝનેસ મેનેજમેન્ટને લગતા કોર્સ પણ વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીઓમાં સાયકોલોજીમાં વિદ્યાર્થીઓ ભણવાનું પસંદ કરી રહ્યા છે. એ પણ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ખાસ કરીને કેનેડાની ( First choice of students for Abroad Study Canada ) જો વાત કરવામાં આવે તો ઇન્ડિયામાંથી 1,75,000 એપ્લિકેશન આવી છે તેમાંથી અંદાજિત 18 થી 22 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓ ( 22 percent of Gujarat students out of 1.75 lakh applications in the country ) છે જ્યારે 55 હજાર જેટલા ભારત દેશમાંથી વિદ્યાર્થીઓ યુએસ જવા માટે તૈયારી બતાવી છે જેમાંથી અંદાજિત 30 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓ છે.