- અમદાવાદના રિલીફ રોડમાં આકાર કોમ્પલેક્ષમાં ભીષણ આગ
- 8 ફાયર ફાઈટર સહિત ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
- ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ
અમદાવાદ: આજે સવારના અરસામાં અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં એક કોમ્પલેક્ષમાં ભયંકર આગ(Terrible fire in a complex in Relief Road area of Ahmedabad)લાગી હતી. રિલીફ રોડ ઉપર આવેલા આકાર કોમ્પલેક્ષમાં અચાનક કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની જાણ ફાયર વિભાગ(Fire brigade)ને કરવામાં આવતા ફાયરની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
બેનરોના કારણે આગે વધારે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું
દુકાન પર લાગેલા બેનરોના કારણે આગે વધારે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. આગના કારણે તત્કાલ પોલીસ દ્વારા પણ સમગ્ર રોડને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ભારે ટ્રાફીક જામ પણ સર્જાયો હતો. ફાયર ફાઇટરોની ભારે ઝહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આકાર કોમર્શિયલ કોમ્પલેક્સમાં રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં સૌ-પ્રથમ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગના કારણે ગારમેન્ટ ફેક્ટરીનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગના બનાવની જાણ થતા 6 ફાયર ફાઇટર જવાન, 1 હાઇડ્રોલિક મશીન અને 2 એમ્બ્યુલન્સ અને 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.