- રી-ડેવલપમેન્ટનો વિરોધ કરવા 'ગાંધી આશ્રમ આંદોલન કાર્યવાહક સમિતિ' બનાવાઇ
- ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટની સામે ગાંધીવાદીઓએ કર્યો વિરોધ
- સાબરમતી આશ્રમનું 1200 કરોડના ખર્ચે થશે રી-ડેવલપમેન્ટ
અમદાવાદ : ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટની સામે ગાંધીવાદીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યોરે તેના જ ભાગરૂપે મહારાષ્ટ્રના સેવાગ્રામથી સાબરમતી સુધી 'સંકલ્પ સંદેશ યાત્રા''Sankalp Sandesh Yatra'નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યાત્રા 17 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ચાલી હતી. જેમા 10 રાજ્યના 45 થી પણ વધારે ગાંધીવાદીઓ જોડાયા હતા. આમ આ યાત્રા મહારાષ્ટ્રથી શરૂ થઈને સાબરમતી આશ્રમ(Sabarmati Ashram)ખાતે પૂર્ણ થઈ હતી.
શા માટે ગાંધીવાદીઓ કરી રહ્યા છે વિરોધ ?
ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટના વિરોધમાં યાત્રા યોજાઈ હતી. અમદાવાદના ગાંધી આશ્રમને તેના મૂળ સ્વરૂપમાં અને ગાંધી મૂલ્ય મુજબ યથાવત રાખવા માટે ગાંધી વાદીઓ માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રહીએ કહ્યું હતું કે, ગાંધીઆશ્રમને વર્લ્ડ ટુરીસ્ટ પ્લેસ બનાવવાના બદલે જેટલા પૈસા ખર્ચાય છે, તે પૈસા ગરીબો માટે ખર્ચાવા જોઈએ. તમામ ગાંધીવાદીઓ આ 1200 કરોડના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરશે અને તેના માટે બલિદાન આપવું પડશે તો પણ આપશે. દેશમાં પણ આ પ્રોજેક્ટના વિરોધમાં યાત્રા યોજશે.