ગુજરાત

gujarat

ETV Bharat / city

હોળી-ધુળેટીના પર્વ પર શું દાન કરવાથી થશે ફાયદો ? જાણો આ અહેવાલમાં...

આપણા દેશમાં હોળીના પવિત્ર તહેવારનું અનેરૂ મહત્વ રહેલું છે. હાલ દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી સરકારે હોળી અને ધુળેટીના તહેવારને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. હોળીના તહેવાર પર શુ દાન કરવાથી તમને ફાયદો થશે તે જાણવા માટે વાંચો અમારો આ અહેવાલ... હોલિકા દહન

હોળી-ધુળેટીના પર્વ પર શું દાન કરવાથી થશે ફાયદો ? જાણો આ અહેવાલમાં...
હોળી-ધુળેટીના પર્વ પર શું દાન કરવાથી થશે ફાયદો ? જાણો આ અહેવાલમાં...

By

Published : Mar 26, 2021, 4:22 PM IST

Updated : Mar 26, 2021, 5:02 PM IST

  • હોળીના તહેવારનું છે અનેરુ મહત્વ
  • સરકારે ધુળેટીના પર્વની ઉજવણી પર પ્રતિબંધ જાહેર કર્યો છે
  • હોળી-ધુળેટીને લઇ રાજ્ય સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે
  • હોલિકા પૂજન અને દહનની પરંપરા પ્રચલિત છે

અમદાવાદઃ દેશમાં હોળીના પવિત્ર તહેવારનું અનેરૂ મહત્વ રહેલું છે. હોળી અને ધુળેટીના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે, હાલ દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી સરકારે હોળી અને ધુળેટીના તહેવારને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. લોકોને ધુળેટી રમવા પર પ્રતિબંધ સરકારે લગાવ્યો છે, હોળીના તહેવાર પર જે તે રાશીના જાતકોએ વિવિધ વસ્તુંનુ દાન કરવાથી ધાર્મિક માન્યતા મુજબ લાભ થતો હોય છે તેમ શાસ્ત્રી દ્વરા જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કઈ રાશીના જાતકોએ શું દાન કરવું જોઈએ...

રંગની હોળી રમવાથી પહેલા હોલિકા પૂજન અને દહનની પરંપરા પ્રચલિત છે. હોલિકા પૂજનમાં આ 10 વાતનો ધ્યાન રાખવી જોઈએ

  1. હોલિકા દહન કરતાં પહેલા હોળીની પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વ્યક્તિએ હોલિકાની પાસે જઈને પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોઢું કરીને બેસવું જોઈએ
  2. પૂજન સામગ્રીઃ રોળી, કાચું સૂતર,ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટા વગેરે. તે સિવાય નવી ફસળના ધાન જેમ કે પાકા ચણાની બાળી અને ઘઉંની બાળી પણ સામગ્રીના રૂપમાં રખાય છે
  3. ત્યારબાદ હોલિકાની પાસે ગોબરથી બનેલી ઢાળ અને બીજા રમકડા રાખવા
  4. હોલિકા દહન મુહૂર્ત સમયમાં જળ, નાડાછડી, ગુલાલ, ઢાળ અને રમકડાની ચાર માળાઓ ઘર પર લઈને રાખવી જોઈએ
  5. તેમાંથી એક માળા પિતૃના નામની, બીજી હનુમાનજીના નામની, ત્રીજી શીતળા માતાના નામની અને ચોથી તમારા ઘર-પરિવારના નામની હોય છે
  6. કાચા સૂતરને હોલિકાની ચારે બાજુ લપેટીને ત્રણ કે સાત પરિક્રમા કરતા લપેટવી જોઈએ
  7. પછી લોટાનો શુદ્ધ જળ અને બીજી પૂજન સામગ્રી એક-એક કરીને હોલિકાને સમર્પિત કરવી
  8. રોળી, અક્ષત અને ફૂલને પણ પૂજનમાં પ્રયોગ કરવામાં આવે છે. ગંધ ફૂલના પ્રયોગ કરતા પંચોપચાર વિધિથી હોલિકા પૂજન કરવામાં આવે છે, પૂજન પછી જળથી અર્ધ્ય આપવું જોઈએ
  9. હોલિકા દહન થયા પછી હોલિકામાં જે વસ્તુઓની આહુતિ આપવામાં આવે છે. તેમાં કાચા આંબા, નારિયેળ, મકાઈ કે સાત ધાન, ખાંડના બનેલા રમકડા, નવી ફસળના કેટલાક ભાગ. સાત ધાન- ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂર પણ અર્પિત કરવું
  10. હોલિકાની ચારે બાજુ પરિક્રમા કરવી જોઈએ. બીજા દિવસે તેની રાખ લાવીને ચાંદીની ડબ્બીમાં રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર

હોળી આ વર્ષે 28 માર્ચે ઉજવાશે

આ વર્ષ હોલિકા દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ, નક્ષત્રની સ્થિતિના આધારે મળે છે. ચાલો જાણીએ કે આખરે કયાં દિવસે ક્યા ક્યા શુભ મુહૂર્તમાં હોલિકા દહન માટે છે.

હોળી-ધુળેટીના પર્વ પર શું દાન કરવાથી થશે ફાયદો ? જાણો આ અહેવાલમાં...

હોલિકા દહનનો દિવસ 28 માર્ચ

  • સંધ્યાકાળમાં 6 વાગીને 22 મિનિટથી 8 વાગીને 49 મિનિટ સુધી
  • ભદ્રાકાળ
  • સવારે 09:50 થી સવારે 10:51 સુધી
  • ભદ્ર મુખ- 10. 51થી 12.32 સુધી
  • હોલિકા દહન, શનિ-રાહુ-કેતુ પર આ 5 ઉપાય કરો અને આંખોના દોષોથી છૂટકારો મેળવો-
  • શનિ, રાહુ, કેતુવાળા વ્યક્તિની હોલિકા પૂજા અથવા માત્ર દ્રષ્ટિથી આંખોની ખામી દૂર થાય છે.
  • હોલિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ, રાહુ, કેતુ અને નજર દોષથી મુક્તિ

આ પણ વાંચોઃ માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છેઃ મનપા કમિશ્નર બંછાનિધિ પાની

હોલિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે

હોલિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે છે. જો તમે તમારી કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો હોલિકા દહનમાં 3 ગોમતી ચક્ર હાથમાં લઈને તમારી ઈચ્છાને 21 વાર મનમાં બોલી, ત્રણ ગોમતી ચક્રને અગ્નિમાં પધરાવી અગ્નિને પ્રણામ કરવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ માણસ ઘરમાં રાખને ચાંદીની ડબ્બીમાં રાખો તો તેમની બાધાઓ દૂર થઈ જાય છે. તમારા કાર્યમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે લોટના ચોમુખી દીવા, સરસવનુ તેલ ભરી તેમાં કેટલાક દાણા, કાળા તલ, એક બતાશો, સિંદૂર અને એક તાંબાના સિક્કા નાખી તેને હોળીની અગ્નિથી પ્રગટાવો. હવે આ દીવાને ઘરના પીડિત માણસના માથાથી ઉતારીને કોઈ સુમસાન ચાર રસ્તા પર રાખી પાછળ જોયા વગર પરત આવી તમારા હાથ-પગ ધોઈને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

Last Updated : Mar 26, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details