- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણ કૃષિ કાયદા (Three agricultural laws) પરત ખેંચ્યા
- અમે દરેકનું માન રાખ્યું: ભાજપના અગ્રણી
- આ ખેડૂતોનો વિજય છેઃ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી (Congress spokesperson Manish Doshi)
- ભારત સરકારે (Government of India) ખેડૂતોની માફી માગવી જોઈએઃ AAP
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેવદિવાળી (Dev Diwali) ના દિવસે ત્રણેય કૃષિ કાયદા (All three returned agricultural laws) પરત લેવાની જાહેરાત કરી છે. તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ત્યારે વડાપ્રધાનની આ જાહેરાત પર ભાજપના એક અગ્રણી નેતાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને કૃષિ કાયદા રદ કરતાં પહેલાં સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોના ફાયદા માટે આ કાયદા લવાયા હતા, પરંતુ અમુક વર્ગોએ તેનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાન લોકશાહીમાં સૌને સાંભળવામાં અને સૌને સાથે રાખવાની વાતમાં માને છે. દરેક વર્ગનું પ્રતિનિધિત્વ થાય અને તેમનું માન જળવાય એ માટે આ નિર્ણય લેવાયો છે.
આ ખેડૂતો, ખેડૂત શહીદો અને દેશનો વિજય: મનીષ દોશી
વડાપ્રધાનની આ જાહેરાત અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ (Congress spokesperson Manish Doshi) જણાવ્યું હતું કે, ત્રણેય કૃષિ કાયદા (Agricultural Laws) ખેડૂત, ખેતી અને ગામડાંના વિરોધી હતા. ખેડૂતોએ આ કાયદા રદ કરવા સતત લડત આપી છે. છેલ્લા એક વર્ષથી તેઓ આંદોલન કરી રહ્યા હતા. 600 જેટલા ખેડૂતો શહીદ થયા છે, પરંતુ ભાજપે શહીદી વ્હાલી છે. હવે તેમણે કાયદા રદ કર્યા છે. જ્યારે આ કાળા કાયદા (Black Law) આવ્યા ત્યારે શરૂઆતથી જ રાહુલ ગાંધી ખેડૂત, ખેતી અને ગામડાંને પડખે ઊભા હતા. પ્રદેશ કોંગ્રેસ પણ સતત વિધાનસભાથી લઈને રસ્તા સુધી ખેડૂતોની પડખે ઊભી હતી. આજે આ વિજય ખેડૂતોનો, ખેડૂત શહીદોનો અને દેશનો વિજય છે.