- હની ટ્રેપ મામલે મહિલા PI ગીતા પઠાણની ધરપકડ કરાઇ
- અમદાવાદનાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા
- POCSO અને દુષ્કર્મની કલમ દાખલ થશે તે પ્રકારે વેપારીઓને ડરાવી રૂપિયા પડાવતા
અમદાવાદઃક્રાઇમ બ્રાન્ચ દ્વારા હનીટ્રેપ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તત્કાલિન પૂર્વનાં મહિલા PI ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ પર હની ટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપ હેઠળ આ કાર્યવાહી કરી છે. અમદાવાદનાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગનાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વેપારીને હનિટ્રેપમાં ફસાવી ખંડણી માંગતી “માહી ગેંગ“ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ
આરોપીઓ 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ કરતા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ શામેલ હોવાનું ચોંકાવનારુ સામે આવ્યું છે. આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરીને વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઇન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી છે. બીજો આરોપી બિપિન પરમાર વકીલ છે. ઉન્નતી રાજપુત તે યુવતી છે જે મિત્રતા કેળવી લોકોને ફસાવતી હતી. આ લોકો અન્ય સાગરીતો સાથે મળીને 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ કરતા હતા અને સમાધાનનાં નામે તેમની પાસેથી તોડ કરતા હતા.