ગુજરાત

gujarat

ETV Bharat / city

નકલી ટોસીલીઝુમાબ ઇન્જેક્શન : કોર્ટે 3 આરોપીઓના જામીન ફગાવ્યાં

કોરોનાની સારવારમાં ઉપયોગી મનાતા અને માર્કેટમાં ઓછી સંખ્યામાં ઉપલબ્ધ ટોસીલીઝૂમાબ ઇન્જેક્શનના નામે નકલી ટોસીલીઝૂમાબ ઇન્જેક્શન વેચવાના કેસમાં ગુરુવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે 3 આરોપીઓના જામીન ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે હાલ આ કેસમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ બાકી હોવાથી આરોપીઓને જામીન આપી શકાય નહી.

નકલી ટોસીલીઝુમાબ ઇન્જેક્શન : કોર્ટે 3 આરોપીઓના જામીન ફગાવ્યાં
નકલી ટોસીલીઝુમાબ ઇન્જેક્શન : કોર્ટે 3 આરોપીઓના જામીન ફગાવ્યાં

By

Published : Aug 13, 2020, 6:56 PM IST

અમદાવાદઃ નકલી ટોસીલીઝૂમાબ ઇન્જેક્શન કેસમાં FDCA દ્વારા રેકેટના પર્દાફાશ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત અને અમદાવાદથી ધરપકડ કરાયેલા આરોપી આશિષ શાહ, અક્ષય શાહ અને સોહેલ તાઈએ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટને આ કેસમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ બાકી હોવાનું લાગતા હાલ ત્રણેય આરોપીઓના જામીન ફગાવી દીધા છે.

નકલી ટોસીલીઝુમાબ ઇન્જેક્શન : કોર્ટે 3 આરોપીઓના જામીન ફગાવ્યાં
અમદાવાદથી ધરપકડ કરાયેલા આશિષ શાહ અને અક્ષય શાહ કે જે સાબરમતી વિસ્તારમાં મેડિકલ ચલાવે છે તેમના પર નકલી ઇન્જેક્શન વેચવાનો અને રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં 80 હજારની કિંમતના આ ઇન્જેક્શન ખૂબ જ ઉંચા ભાવે એટલે કે લગભગ 1.50 લાખ રૂપિયામાં વેચવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને શાહ બંધુઓ મેડિકલ ચલાવતા હોવા છતાં તેમને નકલી ઇનજકેશન વિશે ખ્યાલ ન આવ્યો હોય એ વાતને કોર્ટે ગંભીર રીતે લીધી હતી.
નકલી ટોસીલીઝુમાબ ઇન્જેક્શન : કોર્ટે 3 આરોપીઓના જામીન ફગાવ્યાં
સુરતથી ધરપકડ કરાયેલા આરોપી સોહેલ તાઈ પર જેનિક ફાર્માના નામે નકલી ટોસિલિઝુમાબ ઇન્જેક્શન બનાવીને વેચવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તાઈ પર હિમાચલ પ્રદેશમાંથી સ્ટીરોઈડ ઇન્જેક્શન ખરીદી તેના પેકેટ પરનો કાગળ બદલી જેનિક ફાર્માના નામે અમદાવાદમાં આશિષ શાહને વેચતો હતો. બોડી બિલ્ડર દ્વારા ઉપયોગ કરાતા સ્ટીરોઇડનું પણ ઘરે ઉત્પાદન કરતો હતો. સોહેલ તાઈ પાસે ફાર્માસ્યુટિકલ કંપની કે લીગલ કંપની નથી. અને આ ઇન્જેકશન સુરતમાં જીમના માલિકોને વેચતો હતો. આ સિવાય આ કેસમાં અન્ય આરોપી કે જે અમદાવાદના પાલડી વિસ્તારમાં નકલી ટોસીલીઝૂમાબ ઇન્જેક્શન વેચતો હતો તેના જામીન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યાં છે, જ્યારે અન્ય એક આરોપી હરેશ ઠાકોરની જામીન અરજી હાલ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details